Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ રેલવે અને રોડ ક્ષેત્રમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી

પ્રધાનમંત્રીએ રેલવે અને રોડ ક્ષેત્રમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી


પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્ર મોદીએ, આજે રેલવે તથા રોડ ક્ષેત્રની માળખાગત સુવિધામાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી.

રેલવે ક્ષેત્રની સમીક્ષામાં તેમણે નોધ્યું કે આ ક્ષેત્રમાં 2015-16ના વર્ષમાં કુલ 93,000 કરોડ રૂપિયાથી વધારેનું મૂડી રોકાણ થયું છે. જે ગયા વર્ષની સરખામણીએ 65 ટકાનો મોટો વધારો દર્શાવે છે. આ અત્યાર સુધીનું સૌથી વધુ મૂડી રોકાણ છે. તેવી જ રીતે, 2015 – 16 દરમિયાન, 1780 કિલોમીટરની લાઇન શરુ થઇ અને 1730 કિલોમીટરનું વિદ્યુતીકરણ કરવામાં આવ્યું. જે રેલવેના ઇતિહાસમાં આ ક્ષેત્રમાં થયેલા સૌથી શ્રેષ્ઠ પ્રદર્શનને દર્શાવે છે.

પ્રધાનમંત્રીએ રેલવે સ્ટેશનના પુર્નવિકાસની ઝડપ વધારવાની જરૂરિયાત પર ભાર મુક્યો અને આગ્રહ કર્યો કે રેલવેએ આ અંગે પોતાની મહત્વકાંક્ષામાં નોંધપાત્ર વધારો કરવો પડશે. તેમણે રેલવેમાં સુધારો કરવા તથા તેની માળખાગત સુવિધામાં વિવિધતા લાવવા પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે ગ્રામીણ ક્ષેત્રમાં રેલવેની માળખાગત સુવિધાનો કૌશલ્ય વિકાસ જેવી પ્રવૃત્તિઓ માટે ઉપયોગ કરી શકાય છે. અને તેનાથી રેલવેની બિનભાડા આવકમાં વધારો થઇ શકે છે.

રોડ ક્ષેત્રમાં, પ્રધાનમંત્રીને જણાવવામાં આવ્યું કે 2015-16 ના વર્ષ દરમિયાન 6000 કી.મીથી વધારે હાઇવેનું કામ પુરું કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન 10,098 કિલોમીટરના નિર્માણ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે.

પ્રધાનમંત્રીએ દેશમાં રોડના વિકાસના વિવિધ મોડેલનો અભ્યાસ કરવા અને તેમાંની શ્રેષ્ઠ રીત અપનાવવા પર ભાર મૂક્યો હતો, જેથી રાજમાર્ગ નિર્માણના કાર્યમાં વધુ પ્રમાણમાં ખાનગી રોકાણને આકર્ષિત કરી શકાય.

તેમણે મહત્વપૂર્ણ ભાગોમાં ભીડ ઓછી કરવા અને ટોલ ઉઘરાવવા નવીનત્તમ ટેક્નોલોજીઓ સ્વીકારવા પર ભાર આપ્યો.

AP/J.Khunt