Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ લોકપ્રિય ગાયક ઝુબીન ગર્ગના આકસ્મિક અવસાન પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લોકપ્રિય ગાયક ઝુબીન ગર્ગના આકસ્મિક અવસાન પર શોક વ્યક્ત કર્યો હતો. શ્રી મોદીએ જણાવ્યું હતું કે સંગીતમાં તેમના સમૃદ્ધ યોગદાન માટે તેમને યાદ કરવામાં આવશે.

X પર એક પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું:

“લોકપ્રિય ગાયક ઝુબીન ગર્ગના આકસ્મિક અવસાનથી આઘાત લાગ્યો છે. સંગીતમાં તેમના સમૃદ્ધ યોગદાન માટે તેમને યાદ કરવામાં આવશે. તેમના ગીતો જીવનના તમામ ક્ષેત્રોના લોકોમાં ખૂબ જ લોકપ્રિય હતા. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.”

SM/NP/GP/JD