Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ વારાણસીમાં પૂરની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વારાણસીમાં પૂરની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે.

પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું હતું કે, “વારાણસીમાં પૂરની સ્થિતિથી અતિ ચિંતા થાય છે. પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ) સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને સ્થાનિક સરકારી સંસ્થાઓ સાથે સંપર્કમાં છે.”

તેમણે ઉમેર્યું હતું કે, “એનડીઆરએફની ટીમો વારાણસીમાં બચાવ અને રાહત કામગીરી માટે હાજર છે. ત્યાં સાંસદ કાર્યાલય તમામ પ્રકારની સહાય પ્રદાન કરવા રાતદિવસ કામ કરી રહ્યું છે.”

TR