પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને વારાણસી સંસદીય મતવિસ્તારમાંથી આવેલા સરપંચોને આવકાર્યા હતા. પ્રધાનમંત્રીને મળવા આવેલું આ પ્રકારનું ચોથું જૂથ હતું.
ચર્ચા દરમિયાન પ્રધાનમંત્રીએ સરપંચોને શાળાઓમાં બાળકોની હાજરી અને મધ્યાહ્ન ભોજનની ગુણવત્તા સુનિશ્ચિત કરવાની દિશામાં કામગીરી માટે પ્રોત્સાહિત કર્યા હતા. પ્રધાનમંત્રીએ સરપંચોને તેમના ગામોમાં સ્વચ્છતા જાળવવા પણ પ્રેરિત કર્યા હતા.
પ્રધાનમંત્રીએ દિકરા-દિકરી વચ્ચે કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન રાખવા વિનંતી કરી હતી.
AP/J.Khunt/TR/GP