Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ વિજય દિવસ પર બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિજય દિવસ પર એવા બહાદુર સૈનિકોને યાદ કર્યા જેમની હિંમત અને બલિદાનથી 1971માં ભારતનો ઐતિહાસિક વિજય થયો હતો. શ્રી મોદીએ કહ્યું કે તેમના અતૂટ સંકલ્પ અને નિઃસ્વાર્થ સેવાએ દેશનું રક્ષણ કર્યું અને આપણા ઇતિહાસમાં ગૌરવની ક્ષણ અંકિત કરી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે વિજય દિવસ તેમની બહાદુરીને સલામ છે અને તેમની અજોડ ભાવનાની યાદ અપાવે છે, તેમણે વધુમાં કહ્યું કે સૈનિકોની બહાદુરી ભારતીયોની પેઢીઓને પ્રેરણા આપતી રહેશે.

પ્રધાનમંત્રીએ કહ્યું;

“વિજય દિવસ પર આપણે એ બહાદુર સૈનિકોને યાદ કરીએ છીએ જેમની હિંમત અને બલિદાનથી 1971માં ભારતને ઐતિહાસિક વિજય મળ્યો. તેમના અડગ સંકલ્પ અને નિઃસ્વાર્થ સેવાએ આપણા રાષ્ટ્રનું રક્ષણ કર્યું અને આપણા ઇતિહાસમાં ગૌરવની ક્ષણ અંકિત કરી. આ દિવસ તેમની બહાદુરીને સલામ અને તેમની અજોડ ભાવનાની યાદ અપાવે છે. તેમની વીરતા ભારતીયોની પેઢીઓને પ્રેરણા આપે છે.”

 

SM/IJ/BS/GP/JT

 

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]