Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ વિશ્વ કપની ફાઇનલ માટે મહિલા ક્રિકેટ ટીમને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ કપની ફાઇનલ માટે મહિલા ક્રિકેટ ટીમને શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આજે આપણી મહિલા ક્રિકેટ ટીમ વિશ્વ કપ ફાઇનલની મેચ રમશે. હું 125 કરોડ ભારતીયો સાથે તેમને શુભેચ્છા આપવામાં સામેલ થઈ રહ્યો છું.

સુકાની મિથાલી રાજ મોખરે રહીને નેતૃત્વ કરે છે. રમત પ્રત્યે તેમનો ધૈર્ય અને કુનેહપૂર્વકનો અભિગમ ચોક્કસ સંપૂર્ણ ટીમને મદદરૂપ થશે.

સ્મૃતિ મંધાનાને ઓલ ધ બેસ્ટ. તમે શ્રેષ્ઠ રમતનું પ્રદર્શન કરો તથા ધીરજ અને સાહસ સાથે સારી રમત રમો તેવી શુભેચ્છા.

મહિલા વિશ્વ કપની ફાઇનલ માટે ભારત પૂનમ રાઉતને શુભેચ્છા પાઠવે છે. તેમની રમત પર આપણને બધાને ગર્વ છે.

હરમનપ્રીત કૌરનું પ્રશંસક કોણ નથી? સેમિફાઇનલમાં તેમની ઉત્કૃષ્ટ રમત હંમેશા યાદ રહેશે. આજે તેઓ તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન કરે તેવી આશા.

ફાઇનલ માટે દીપ્તિ શર્માને ગૂડ લક. તેમણે ટીમમાં કિંમતી પ્રદાન કર્યું છે અને તેમની રમતથી ઘણી મેચોની દિશા બદલાઈ ગઈ છે.

અનુભવી વેદા ક્રિષ્નામૂર્તિએ મિડલ ઓર્ડરને જરૂરી સ્થિરતા આપી છે. આજે તેમની રમત માટે ઓલ ધ બેસ્ટ.

સુષ્મા વર્મા વિકેટ કીપરની અગત્યની ભૂમિકા ભજવે છે. યાદ રાખો, કેચ મેચમાં વિજય અપાવે છે.

ઝુલન ગોસ્વામી ભારતનું ગૌરવ છે, જેમની અસરકારક બોલિંગથી ટીમને મહત્વપૂર્ણ સ્થિતિમાં મદદ મળી છે. ઓલ ધ બેસ્ટ ઝુલન.

શિખા પાંડેનું ઓલ રાઉન્ડ પ્રદર્શન ટીમ માટે મહત્વપૂર્ણ છે. બેસ્ટ ઓફ લક.

પૂનમ યાદવની ઉત્કૃષ્ટ બોલિંગ સારામાં સારા બેટ્સમેનની પણ કસોટી કરી શકે છે. શુભેચ્છા.

રાજેશ્વરી ગાયકવાડ તેમની ઇકોનોમિક બોલિંગ માટે જાણીતા છે. ગૂડ લક.”

TR