Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ વેમ્બલે સ્ટેડિયમમાં બ્રિટિશ – ભારતીય સમુદાયને સંબોધિત કર્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારતની વિશાળ વિવિધતા તેની પોતાની વિશેષતા, ગૌરવ અને તાકાતમાં છે. ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી ડેવિડ કેમેરુનની ઉપસ્થિતિમાં બ્રિટિશ – ભારતીય સમુદાયની વિશાળ સભાને વેમ્બલે સ્ટેડિયમ લંડનમાં સંબોધિત કરતા પ્રધાનમંત્રીએ શીખ સમુદાય તથા ભારતની સૂફી પરંપરાના મહાન યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો. કાલે લંડનમાં શીખ સમુદાયની સાથે પોતાની બેઠકનો ઉલ્લેખ કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ લોકોના દર્દને સમજ્યું, તેમની સમસ્યાઓને સમજી અને તે તેના સમાધાન માટે કાર્ય કરી રહ્યા છે.

એક કલાકથી વધારે સમય સુધી ચાલેલા પોતાના ભાષણમાં ભારતના વિઝનની વ્યાખ્યા કરતા પ્રધાનમંત્રીએ અલવર રાજસ્થાનમાં રહેનારા ઇમરાન ખાનનો ઉલ્લેખ કર્યો હતો, જેણે લગભગ 50 શિક્ષા એપ તૈયાર કરી તેને મફતમાં વહેંચી હતી. તેમણે હરિયાણાના એક સરપંચને પણ યાદ કર્યા હતા, તેમણે તેમના બેટી બચાવો, બેટી પઢાવોના આહ્વવાનની પ્રતિક્રિયામાં દિકરીની સાથે સેલ્ફી સહિતના આ અભિયાનમાં ભાગ લીધો, જે વૈશ્વિક રીતે સફળ થયું હતું. તેમણે જણાવ્યું હતું કે તેમને વિશ્વાસ છે કે ભારતના વિઝનના કારણે ભારતનું ભવિષ્ય ઉજ્જવળ છે તથા આ ઇમરાન ખાનનું ભારત છે, જેમણે શિક્ષા એપનું સર્જન કરીને તેને મફતમાં વહેંચી હતી તથા તે સરપંચનું પણ ભારત છે, જેમણે પોતાની દિકરીઓ સાથે સેલ્ફી અભિયાનના માધ્યમથી સકારાત્મક પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ભારતમાં એવા ઘણા લોકો છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે વિશ્વના તમામ મુખ્ય ધર્મ ભારતમાં મોટી સંખ્યામાં છે. તેમણે જણાવ્યું હતું કે ભારતવંશી આ મૂલ્યોને પોતાની સાથે જ્યાં જાય છે ત્યાં લઇ જાય છે. એટલા માટે તે ભારતના મહાન દૂત છે.

પ્રધામંત્રીએ ભારતીય નાગરિકોના જીવનમાં ફેરફાર લાવવા માટે સ્વચ્છ ભારત તથા સ્વચ્છ ઉર્જા પર પોતાની વિશેષ યોજનાઓ તથા પોતાની સરકારની અત્યાર સુધીની પહેલો અંગે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે વૈશ્વિક સૌર ઉર્જા ઉત્પાદનના લક્ષ્યને આગળ વધારવામાટે મોટી માત્રામાં સૌર વિકિરણથી સંપન્ન દેશોની સાથે વૈશ્વિક ‘સૌર કરાર’નું નેતૃત્વ કરશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે જે ભારત તમે ટીવીના પડદા તથા સમાચાર પત્રમાં જુઓ છો એ તેનાથી ઘણા મોટું તથા વધારે મહાન છે.

J.Khunt/PIB Ahmedabad