Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ શ્રી શુભેન્દુ અધિકારીને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા

પ્રધાનમંત્રીએ શ્રી શુભેન્દુ અધિકારીને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી શુભેન્દુ અધિકારીને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું કે શ્રી શુભેન્દુ અધિકારીએ એવા નેતા તરીકે પોતાની ઓળખ બનાવી છે જેઓ લોકો સાથે ઊંડાણપૂર્વક જોડાયેલા રહ્યા છે અને તેમની આકાંક્ષાઓને નજીકથી સમજી છે. શ્રી મોદીએ તેમને આગામી સફળ કાર્યકાળ માટે પણ પોતાની શુભેચ્છાઓ પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ પશ્ચિમ બંગાળ સરકારમાં મંત્રી તરીકે શપથ લેવા બદલ શ્રી દિલીપ ઘોષ, શ્રીમતી અગ્નિમિત્રા પોલ, શ્રી અશોક કીર્તનીયા, શ્રી ખુદીરામ ટુડુ અને શ્રી નિસિથ પ્રામાણિકને પણ અભિનંદન પાઠવ્યા હતા.

શ્રી મોદીએ કહ્યું કે આ નેતાઓએ પાયાના સ્તરે અથાગ પરિશ્રમ કર્યો છે અને લોકોની સેવા કરી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેઓ મંત્રીઓ તરીકે પશ્ચિમ બંગાળની વિકાસ યાત્રાને વધુ મજબૂત બનાવશે અને તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું;

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ શ્રી શુભેન્દુ અધિકારીજીને અભિનંદન. તેમણે એવા નેતા તરીકે પોતાની ઓળખ બનાવી છે જેઓ લોકો સાથે ઊંડાણપૂર્વક જોડાયેલા રહ્યા છે અને તેમની આકાંક્ષાઓને નજીકથી સમજી છે. તેમને આગામી સફળ કાર્યકાળ માટે મારી શુભેચ્છાઓ.
@SuvenduWB”

 

પશ્ચિમ બંગાળ સરકારમાં મંત્રી તરીકે શપથ લેવા બદલ દિલીપ ઘોષજી, અગ્નિમિત્રા પોલજી, અશોક કીર્તનીયાજી, ખુદીરામ ટુડુજી અને નિસિથ પ્રામાણિકજીને અભિનંદન. આ નેતાઓએ પાયાના સ્તરે અથાગ પરિશ્રમ કર્યો છે અને લોકોની સેવા કરી છે. મને વિશ્વાસ છે કે તેઓ મંત્રીઓ તરીકે પશ્ચિમ બંગાળની વિકાસ યાત્રાને વધુ મજબૂત બનાવશે. મારી શુભેચ્છાઓ.

 @DilipGhoshBJP

@paulagnimitra1

@NisithPramanik”

 

IJ/DK/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com