Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સિંહસ્થના સાર્વભૌમિક સંદેશ પર આંતરરાષ્ટ્રીય સંમેલનને સંબોધિત કર્યું

પ્રધાનમંત્રીએ સિંહસ્થના સાર્વભૌમિક સંદેશ પર આંતરરાષ્ટ્રીય સંમેલનને સંબોધિત કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉજ્જૈનની નજીક નિનૌરા ખાતે આંતરરાષ્ટ્રીય સંમેલનને સંબોધતા સિંહસ્થ કુંભમેળાનો વિશ્વવ્યાપી સંદેશ આપ્યો.

પ્રધાનમંત્રીએ ઈન્દોર એરપોર્ટ ખાતે શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલ સીરીસેનાનું સ્વાગત કર્યું હતું. પ્રમુખ સીરીસેના ઈન્દોરથી પ્રધાનમંત્રી સાથે જોડાયા હતા અને બંને નેતાઓ સાથે સંમેલનમાં પહોંચ્યા હતા.

તાજેતરમાં ચાલી રહેલા કુંભમેળાને અનુલક્ષીને વિચાર કુંભ તરીકે નામકરણ પામેલા સંમેલનને સંબોધતા પ્રધાનમંત્રીએ આ સંમેલનને નવા પ્રયત્નના જન્મ તરીકે ઓળખાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે પૌરાણિક કાળમાં જે બન્યું હશે તેની આ આધુનિક આવૃત્તિ છે, જેમાં સમાજના વિચારકો કુંભ મેળા યોજાય ત્યાં એકઠા થઈને સમાજની નવી દ્રષ્ટિ પ્રતિબિંબિત કરવા તેમજ પૂરી પાડવા ચર્ચા વિચારણા કરતા હતા.

ભારતીય પરંપરા અને સંસ્કૃતિ વિશે વિસ્તારપૂર્વક જણાવતા તેમણે ઉમેર્યું હતું કે ભિક્ષુકનો મંત્ર હોય છે કે મને ભિક્ષા આપનાર વ્યક્તિનું ભલું થાય અને ભિક્ષા નહીં આપનાર વ્યક્તિનું પણ ભલું થાય. પ્રધાનમંત્રીએ ભારતીય સંસ્કૃતિને વ્યાખ્યાયિત કરતા મૂલ્યો અને માનવતાના કેટલાક અન્ય ઉદાહરણો પણ આપ્યા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, શ્રીલંકાના પ્રમુખ મૈત્રીપાલ સીરીસેના અને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા સમર્પિત કરાયેલી સિંહસ્થની ઘોષણાઓનો સંદર્ભ આપીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આને પગલે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં નવી ચર્ચાનો આરંભ થશે.

પ્રધાનમંત્રીએ વનીકરણ અને કન્યાઓને શિક્ષણ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે દર વર્ષે વિચાર કુંભ યોજાવો જોઈએ એવો અનુરોધ કર્યો હતો.

J.Khunt