Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સિવિલ સર્વિસીસ ડે પર તમામ સિવિલ સેવકોને શુભેચ્છાઓ પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​’સિવિલ સેવા દિવસનિમિત્તે તમામ સનદી કર્મચારીઓને શુભેચ્છાઓ પાઠવી છે. શ્રી મોદીએ કહ્યું કે આ સુશાસન અને રાષ્ટ્રનિર્માણ તરફ કામ કરવાના સંકલ્પને વધુ મજબૂત કરવાનો પ્રસંગ છે. શ્રી મોદીએ કહ્યું, “જમીની સ્તરથી લઈને નીતિ નિર્માણ સુધી, સનદી કર્મચારીઓના પ્રયાસો અસંખ્ય લોકોના જીવનને પ્રભાવિત કરે છે અને ભારતની પ્રગતિમાં ફાળો આપે છે. આપણા સનદી કર્મચારીઓ ફરજના ઉચ્ચતમ ધોરણો જાળવી રાખીને શ્રેષ્ઠતા, કરુણા અને નવીનતા સાથે રાષ્ટ્રની સેવા કરતા રહે તેવી શુભેચ્છા.”

શ્રી મોદીએ ‘X’ પર પોસ્ટ કર્યું:

સિવિલ સર્વિસીસ ડે નિમિત્તે તમામ સિવિલ સેવકોને મારી શુભકામનાઓ. આ સુશાસન અને રાષ્ટ્રનિર્માણ તરફ કામ કરવાના આપણા સંકલ્પને વધુ મજબૂત કરવાનો પ્રસંગ છે. પાયાના સ્તરથી લઈને નીતિ નિર્માણ સુધી, સિવિલ સેવકોના પ્રયાસો અસંખ્ય લોકોના જીવનને સ્પર્શે છે અને ભારતની પ્રગતિમાં ફાળો આપે છે. આપણા સિવિલ સેવકો ફરજના ઉચ્ચતમ ધોરણો જાળવી રાખીને શ્રેષ્ઠતા, કરુણા અને નવીનતા સાથે રાષ્ટ્રની સેવા કરતા રહે તેવી શુભેચ્છા.

 

SM/BS/GP/JT

`

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com