Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સ્વચ્છતા હી સેવા માટે પ્રસિદ્ધ વ્યક્તિઓ અને જૂથોના પ્રદાનની પ્રશંસા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ “સ્વચ્છતા હી સેવા” અભિયાનમાં પ્રદાન કરનારી પ્રસિદ્ધ વ્યક્તિઓ અને જૂથોની પ્રશંસા કરી હતી. રાષ્ટ્રવ્યાપી સફાઈ અભિયાન “સ્વચ્છતા હી સેવા” 15 સપ્ટેમ્બરથી શરૂ થયું હતું અને બીજી ઓક્ટોબરના રોજ ગાંધી જયંતીના દિવસે પૂર્ણ થયું હતું. ગાંધી જયંતીને સ્વચ્છ ભારત દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે.

પ્રધાનમંત્રીએ એક પછી એક ટ્વીટ કરીને શ્રી અનુપમ ખેર, શ્રી મોહનલાલ, શ્રીમતી ચંદા કોચ્ચર, ઇન્ડિયા ટૂડે ગ્રૂપ, ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સાધુગુરુ જગ્ગી વાસુદેવ, ભારતીય ક્રિકેટ ટીમ, શ્રી રાજીવ ચંદ્રશેખરન, ડેટ્ટોલ ઇન્ડિયા અને એનડીટીવીના સ્વચ્છ ભારત અભિયાનમાં પ્રદાન કરવા માટેના પ્રયાસોને બિરદાવ્યા હતા.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, “પ્રશંસનીય પ્રદાન, અનુપમજી.

પ્રસિદ્ધ અભિનેતા મોહનલાલ @Mohanlal દ્વારા ઉત્કૃષ્ટ પ્રયાસ

 @CKforCleanIndia દ્વારા મહત્વપૂર્ણ સંદેશ, જેણે @ICICIBank ફેમિલી સાથે સ્વચ્છ ભારત અભિયાનમાં આવશ્યક પ્રદાન કર્યું છે.

હું સ્વચ્છતા પર જાગૃતિ વધારવા સક્રિય પગલાં લેવા બદલ @IndiaToday ફેમિલીની પ્રશંસા કરું છું.

તમામ #Safaigiri વિજેતાઓને અભિનંદન.

@indiatvnews દ્વારા સુંદર પહેલ. તેનાથી સમગ્ર દેશમાં સ્વચ્છતાનો સંદેશ વધુ ફેલાશે.

હું @SadhguruJV અને ઇશા ફાઉન્ડેશનની ટીમને નદીઓને સ્વચ્છ રાખવા માટે જાગૃતિ લાવવા ઉત્કૃષ્ટ પ્રયાસો કરવા બદલ અભિનંદન આપું છું.

ભારતને સ્વચ્છ બનાવવા માટે ભારતીય ક્રિકેટ ટીમે પ્રશંસનીય સંદેશ આપ્યો છે.

રાજીવજી, સુંદર પ્રયાસ.

હું સ્વચ્છતા માટેની પહેલ બદલ @DettolIndia & @ndtv પ્રશંસા કરું છું. આ ટાઇમલાઇને સ્વચ્છતા પર ઘણાં લોકોને પ્રેરિત કર્યા છે. https://twitter.com/swachhindia.

 

NP/J.Khunt/TR/GP