પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સિયાચીનમાં બરફના તોફાનમાંથી ઉગરનાર લાંસ નાયક હનુમાનથપ્પાને હોસ્પિટલમાં મળવા ગયા હતા. આ સૈનિક ગ્લેશિયર પરથી એરલિફ્ટ કરવામાં આવ્યો હતો અને આજે વહેલી સવારે તેને નવી દિલ્હી ખાતે આર્મી આર એન્ડ આર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
પ્રધાનમંત્રીને લાંસ નાયક હનુમાનથપ્પાની સ્થિતિ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમણે સૈનિક સાથે લગભગ દસ મિનિટ વીતાવી હતી. તેઓ ડોક્ટરોની ટીમ તેમજ લાંસ નાયક હનુમાનથપ્પાને સેવા આપી રહેલા મેડિકલ સ્ટાફને પણ મળ્યા હતા અને લાંસ નાયક હનુમાનથપ્પાની સારવારમાં કોઈ પ્રયત્ન છૂટવો ન જોઈએ એ વાત પર ભાર મૂક્યો હતો.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે “લાંસ નાયક હનુમાનથપ્પાની સહનશીલતા અને અજેય જુસ્સાને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. તે એક અસાધારણ સૈનિક છે.”
આર્મી સ્ટાફના વડા જનરલ દલબીર સિંઘ પણ ઉપસ્થિત હતા.
AP/J.Khunt
No words are enough to describe the endurance & indomitable spirit of Lance Naik Hanumanthappa. He is an outstanding soldier: PM
— PMO India (@PMOIndia) February 9, 2016
Team of doctors is attending to Lance Naik Hanumanthappa. We are all hoping & praying for the best: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 9, 2016
PM visited RR Hospital to enquire about Lance Naik Hanumanthappa. He also spoke to doctors at the hospital. pic.twitter.com/KSHb4NdWCx
— PMO India (@PMOIndia) February 9, 2016