Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ NVS-03ને લઈ જતા GSLV-F18ના સફળ પ્રક્ષેપણ પર ISROના વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ NVS-03ને લઈ જતા GSLV-F18ના સફળ પ્રક્ષેપણ પર ISRO ખાતેના ભારતના વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને અભિનંદન પાઠવ્યા હતા. 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ મિશન ભારતની સ્વદેશી સેટેલાઇટ નેવિગેશન સિસ્ટમ, NavICને મજબૂત કરવા તરફનું એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે. અદ્યતન ક્ષમતાઓથી સજ્જ, NVS-03 જટિલ ટેકનોલોજીમાં ભારતની આત્મનિર્ભરતાની શોધને વધુ આગળ વધારશે અને નાગરિકોના લાભ માટે નેવિગેશન સેવાઓને મજબૂત કરશે.

શ્રી મોદીએ ભારતના અવકાશ વૈજ્ઞાનિકોની સમર્પણ ભાવના અને કૌશલ્યના વખાણ કરતા જણાવ્યું હતું કે તેમની સતત સિદ્ધિઓ રાષ્ટ્રને ગૌરવાન્વિત કરે છે.

શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું:

NVS-03ને લઈ જતા GSLV-F18ના સફળ પ્રક્ષેપણ બદલ ISROના આપણા વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને અભિનંદન.

આ મિશન આપણી સ્વદેશી સેટેલાઇટ નેવિગેશન સિસ્ટમ, NavICને મજબૂત કરવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે. અદ્યતન ક્ષમતાઓથી સજ્જ, NVS-03 જટિલ ટેકનોલોજીમાં આપણી આત્મનિર્ભરતાની શોધને આગળ વધારશે અને આપણા લોકોને લાભ આપતી નેવિગેશન સેવાઓને સહયોગ આપશે.

આપણા અવકાશ વૈજ્ઞાનિકોની સમર્પણ ભાવના અને કૌશલ્ય આપણા રાષ્ટ્રને સતત ગૌરવાન્વિત કરી રહ્યા છે. 

@isro

 

SM/DK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]