Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીના જમ્મુ કાશ્મીર વિકાસ પેકેજ-2015 હેઠળ જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર તેમજ છામ્બ વિસ્તારના વિસ્થાપિતો માટે રાહત પેકેજને કેબિનેટની મંજૂરી


કેબિનેટે જમ્મુ-કાશ્મીર-2015 માટેના પ્રધાનમંત્રી ડેવેલપમેન્ટ પેકેજ હેઠળ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાંથી વિસ્થાપીત પરિવારો માટે પુનઃવસન પેકેજને મંજૂરી આપી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી કેન્દ્રીય કેબિનેટે પાકિસ્તાન અધિકૃત જમ્મુ-કાશ્મીરના 36,384 પરિવારો માટે 2000 કરોડ રૂપિયાની કેન્દ્રીય સહાય મંજૂર કરી છે. પેકેજ મુજબ પરિવારદીઠ રૂ.5.5 લાખની રોકડ સહાય વિસ્થાપિત પરિવારોને ચૂકવાશે જેના થકી તેમની આવક થશે અને તેઓ તેમનો જીવનનિર્વાહ ચલાવી શકશે. ડાયરેક્ટ બેનીફિટ ટ્રાન્સફર યોજના હેઠળ આ નાણાં જમ્મુ-કાશ્મીરની સરકાર દ્વારા પૂરા પડાશે જેથી લાયક પરિવારોને તેનો સીધો લાભ મળી શકે. 1947માં દેશના ભાગલા બાદ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાંથી હજારો પરિવારે જમ્મુ-કાશ્મીરમાં હિજરત કરી હતી. 1965 અને 1971ના ભારત-પાક. યુદ્ધ દરમિયાન જમ્મુ-કાશ્મીરના છામ્બ નિઆબાત વિસ્તારમાંથી મોટી સંખ્યામાં પરિવારોનું વિસ્થાપન થયું હતું. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર તેમજ છામ્બના વિસ્થાપિતોની મુશ્કેલીમાંથી ઉગારવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સમય સમય પર રાહત તેમજ પુનઃવસન પેકેજ પણ પૂરા પાડવામાં આવે છે.

TR