પીએમઇન્ડિયા
1. વિકાસ સહાય
|
ક્રમ |
શીર્ષક |
|
1. |
સેશેલ્સ સરકારને એક ફાસ્ટ પેટ્રોલ વેસેલ ભેટ આપવું |
|
2. |
સેશેલ્સ સંરક્ષણ દળને 10 ઉપયોગિતા વાહનો (યુટિલિટી વ્હીકલ્સ) અને લેઝર રેડિયલ ક્લાસ બોટના 5 સેટ સોંપવા |
|
3. |
સેશેલ્સ સરકારને 6 એમ્બ્યુલન્સ સોંપવી |
|
4. |
સેશેલ્સ સરકારને 500 મેટ્રિક ટન ચોખા સોંપવા |
|
5. |
સેશેલ્સ સરકારને 8500 મેટ્રિક ટન સિમેન્ટ સોંપવો |
2. જાહેરાતો
|
ક્રમ |
શીર્ષક |
|
1. |
ભારત અને સેશેલ્સ વચ્ચેના રાજદ્વારી સંબંધોના 50 વર્ષ પૂર્ણ થવાના અવસરે સ્મારક લોગો લોન્ચ કરવો |
|
2. |
વ્યાવસાયિક અને તકનીકી શિક્ષણ કેન્દ્ર (પ્રોફેશનલ એન્ડ ટેકનિકલ એજ્યુકેશન સેન્ટર) માટે વર્ચ્યુઅલ ભૂમિપૂજન સમારોહ |
|
3. |
સેશેલ્સ કોસ્ટ ગાર્ડ (તટરક્ષક દળ) માટે પીએસ ઝોરોએસ્ટરનું રિફિટ (સમારકામ અને નવીનીકરણ) પૂર્ણ થવું |
|
4. |
ગ્લાસ કોકપિટ સાથે ડોર્નિયર એરક્રાફ્ટનું અપગ્રેડેશન (આધુનિકીકરણ) કરવું |
|
5. |
સેશેલ્સ આપત્તિ પ્રતિરોધક ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટેના ગઠબંધન (CDRI) માં જોડાયું |
3. એમઓયુ (સંમતિ પત્રો) પર હસ્તાક્ષર/નવીનીકરણ
|
ક્રમ |
શીર્ષક |
સંક્ષિપ્ત વર્ણન |
|
1. |
સુષ્મા સ્વરાજ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફોરેન સર્વિસ (SSIFS) અને સેશેલ્સ પ્રજાસત્તાકના વિદેશ મંત્રાલય અને ડાયસ્પોરા (MoFAD) વચ્ચે સમજૂતી જ્ઞાપન (એમઓયુ) |
આ એમઓયુ આદાનપ્રદાન, તાલીમ કાર્યક્રમો અને ક્ષમતા નિર્માણ દ્વારા સેશેલ્સના વિદેશ મંત્રાલય (MoFAD) અને ભારતની SSIFS વચ્ચે સંસ્થાકીય સહયોગને સક્ષમ બનાવે છે. |
|
2. |
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ લિમિટેડ અને સેશેલ્સની સેન્ટ્રલ બેંક વચ્ચે સમજૂતી જ્ઞાપન (એમઓયુ) |
આ એમઓયુ સેશેલ્સમાં UPI ડિજિટલ પેમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના અમલીકરણને સરળ બનાવશે અને પેમેન્ટ ઇકોસિસ્ટમમાં વ્યાપક સહયોગ માટેના માર્ગોની ઓળખ કરશે. |
|
3. |
જનઔષધિ યોજના હેઠળ મેસર્સ એચએલએલ લાઇફકેર લિમિટેડ અને સેશેલ્સ પ્રજાસત્તાકના આરોગ્ય મંત્રાલય વચ્ચે કરાર |
આ કરાર જનઔષધિ યોજના હેઠળ ભારતથી સેશેલ્સમાં વ્યાજબી કિંમતની જેનરિક દવાઓ અને તબીબી પુરવઠાની નિકાસને સરળ બનાવશે. |
|
4. |
કૃષિ સંશોધન અને શિક્ષણમાં સહયોગ માટે ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR), ભારત પ્રજાસત્તાક અને કૃષિ વિભાગ, મત્સ્યોદ્યોગ, કૃષિ અને બ્લુ ઇકોનોમી મંત્રાલય, સેશેલ્સ પ્રજાસત્તાક વચ્ચે સમજૂતી જ્ઞાપન (એમઓયુ) અને વર્ષ 2026-2031 માટેની કાર્યયોજના. |
આ એમઓયુ અને કાર્યયોજનાનો ઉદ્દેશ્ય સંયુક્ત સંશોધન, તાલીમ અને તકનીકી અભ્યાસના ક્ષેત્રોમાં ICAR અને સેશેલ્સ કૃષિ વિભાગ વચ્ચે નજીકના સહયોગને વિકસાવવાનો, પ્રોત્સાહન આપવાનો અને વેગ આપવાનો છે. |
|
5. |
ભારત પ્રજાસત્તાક અને સેશેલ્સ પ્રજાસત્તાક વચ્ચે પ્રત્યાર્પણ સંધિ (એક્સ્ટ્રાડિશન ટ્રીટી) |
આ સંધિનો ઉદ્દેશ્ય સરહદ પારના ગુનાઓ સામે લડવામાં દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવાનો અને બંને દેશો વચ્ચે ભાગેડુ ગુનેગારોના પ્રત્યાર્પણ માટેના કાનૂની માળખાને વધારવાનો છે. |
|
6. |
સેશેલ્સ પ્રજાસત્તાકના પરિવહન, બંદરો અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને ભારત પ્રજાસત્તાકના બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય વચ્ચે સેશેલ્સના ધ્વજવાળા જહાજો પર સેવા માટે નાવિકોની તાલીમ અને પ્રમાણપત્રની માન્યતા અંગે સમજૂતી જ્ઞાપન (એમઓયુ). |
આ એમઓયુ સેશેલ્સના ધ્વજવાળા જહાજો પર સેવા આપવા માટે ભારતીય નાવિકોની તાલીમ અને પ્રમાણપત્રની માન્યતાને સરળ બનાવે છે. |
|
7. |
સેશેલ્સ સરકાર અને ભારતીય નિકાસ-આયાત બેંક (એક્ઝિમ બેંક) વચ્ચે અમ્બ્રેલા લાઇન ઓફ ક્રેડિટ કરાર |
આ કરારનો ઉદ્દેશ્ય ફેબ્રુઆરી 2026માં રાષ્ટ્રપતિ હર્મિનીની મુલાકાત દરમિયાન જાહેર કરાયેલા સ્પેશિયલ ઇકોનોમિક પેકેજ (SEP) હેઠળના પ્રોજેક્ટ્સના અમલીકરણને ટેકો આપવાનો છે, જેનો હેતુ સેશેલ્સમાં અગ્રતા ધરાવતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ પહેલોને આગળ વધારવાનો છે. |
|
8. |
ભારત પ્રજાસત્તાકની સરકાર અને સેશેલ્સ પ્રજાસત્તાકની સરકાર વચ્ચે બાહ્ય અંતરિક્ષના શાંતિપૂર્ણ હેતુઓ માટે અન્વેષણ અને ઉપયોગોમાં સહયોગ અંગે સમજૂતી જ્ઞાપન (એમઓયુ). |
આ એમઓયુ સેટેલાઇટ એપ્લિકેશન્સ, સ્પેસ ટેકનોલોજી અને ક્ષમતા નિર્માણમાં સહયોગ વધારવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવ્યું છે. |
|
9. |
ભારત પ્રજાસત્તાકની સરકાર અને સેશેલ્સ પ્રજાસત્તાકની સરકાર વચ્ચે નવી સેશેલ્સ નેશનલ હોસ્પિટલની પ્રારંભિક તૈયારીઓ અંગે સમજૂતી જ્ઞાપન (એમઓયુ) |
આ એમઓયુ નવી સેશેલ્સ નેશનલ હોસ્પિટલના વિકાસ માટે દ્વિપક્ષીય સહયોગ માટે એક માળખું સ્થાપિત કરે છે. |
SM/BS/JD
There are substantive outcomes in this Seychelles visit. Key MoUs have been signed. These include an MoU for the implementation of UPI in Seychelles, MoU on Jan Aushadhi and more.
— Narendra Modi (@narendramodi) June 29, 2026
We will keep working in futuristic sectors like climate action, green hydrogen, energy, the Blue… https://t.co/moEuVd05At
I annan rezilta konkret dan sa vizit Sesel.
— Narendra Modi (@narendramodi) June 29, 2026
Bann lakor kle in ganny sinyen.
Sa i enkli en lakor pour enplimantasyon UPI (en form peyman nimerik) dan Sesel, lakor lo Jan Aushadhi e lezot ankor.
Nou pou kontinyen travay dan bann sekter inovan parey aksyon klimatik, Idrozenn… https://t.co/moEuVd05At