પીએમઇન્ડિયા
આજે વિજયાદશમીના આ પાવનપર્વ નિમિત્તે અને નવરાત્રિની શક્તિની ઉપાસના પછી આંધ્રપ્રદેશ એક મહત્વપૂર્ણ પગલું ભરી રહ્યું છે.આંધ્રપ્રદેશની રાજધાની, જે રાજધાની સદીઓથી પોતાનો એક સાંસ્કૃતિક વારસો લઇને જીવી રહી છે, પોતાનો એક ઐતિહાસિક વારસો લઇને જીવે છે, એ સંસ્કૃતિને સાથે જોડીને, એ ઐતિહાસિક વારસાને સાથે જોડીને અમરાવતી નવા રૂપરંગ સાથે, નવી આધુનિક સજાવટ સાથે આંધ્રપ્રદેશની આશા-અપેક્ષાનું કેન્દ્રબિન્દુ બનવા જઇ રહી છે અને એક પ્રકારથી સાચા અર્થમાં પીપલ્સ કેપિટલ બનવા જઇ રહી છે. હું અહીંની સરકારને, અહીંના નાગરિકોને હૃદયથી ખૂબ ખૂબ શુભકામના આપું છું, અભિનંદન કરું છું.
સરકાર બનવાના આટલા ઓછા સમયમાં ચંદ્રબાબુએ જે ગતિથી આ કામ હાથમાં લીધું છે અને તેમાં દુનિયામાં જેટલું પણ શ્રેષ્ઠ છે તેનો સમાવેશ કરવાનો પ્રયાસ કર્યો છે એટલા માટે હું ચંદ્રબાબુજીને હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપું છું.
આપણા દેશને આઝાદી મળ્યા પછી ખૂબ ઓછા નવા શહેર બન્યા છે અને તેના કારણે ભારતમાં નવા શહેર બનવા, આ વિષય એટલા પ્રમાણમાં લોકોમાં પ્રચલિત નથી કે આજના યુગમાં જેટલા પ્રમાણમાં હોવું જોઇએ. દુર્ભાગ્યથી પાછલા કેટલાક દશકથી આપણા દેશમાં એક વિચાર બન્યો છે કે શહેરીકરણ એક સમસ્યા છે અને તેના કારણે આપણે આ ગ્રોથ સેન્ટરની અવગણના કરી હતી. આજે સમયની માગણી છે કે શહેરી વિકાસને આપણે સમસ્યા નહીં માનવી જોઇએ, તેને એક તક માનવામાં આવવી જોઇએ. અને તે માટે જ ભારત સરકારે, દુનિયામાં જે પ્રકારથી બદલાતી રહી છે જે પ્રકારથી ટેકનોલોજીનો ઉપયોગ થઇ રહ્યો છે આપણે એક આધુનિક શહેરોની રચના તરફ જવું જોઇએ અને 100 સ્માર્ટ સિટીની દિશામાં આગળ વધવા માટેનું મહત્વપૂર્ણ પગલું ભારત સરકારે ભર્યું છે. આજે આ શહેર આર્થિક પ્રવૃત્તિના પણ કેન્દ્ર બને, આર્થિક ગ્રોથ સાથે પણ તે મહત્વપૂર્ણ બને એક પ્રકારથી શહેરોની એક રચના નવેસરથી કરવાની દિશામાં અમારો પ્રયાસ છે. અને ત્યારે જઇને નવા આધુનિક શહેર જેમાં આધુનિકથી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થાય, આધુનિકથી આધુનિક પરિવહન સેવા હોય, વૉક ટુ વર્કની યોજના હોય, હરિયાળી હોય, નો વેસ્ટવાળું શહેર બને.
હું આશા કરું છું કે દેશની અંદર શહેરી વિકાસની દિશામાં જે નવા પગલાં લેવામાં આવ્યાં છે તેમાં અમરાવતી, આંધ્રપ્રદેશ એક સીમાચિહ્નના રૂપમાં માર્ગદર્શક કામ કરશે, એવો મને વિશ્વાસ છે.
હમણાં જાપાનના મંત્રીશ્રી જણાવી રહ્યા હતા કે નવા શહેરનું નિર્માણ કરવું કેટલું કઠીન હોય છે તેનો જાપાનને સારી રીતે અનુભવ છે. મારા જીવનમાં પણ આવો અવસર આવ્યો, જ્યારે 2001માં ગુજરાતમાં ભયંકર ભૂકંપ આવ્યો ત્યાર પછી મને ગુજરાતના મુખ્યમંત્રીની જવાબદારી સોંપાઈ, અમારો સંપૂર્ણ કચ્છ જિલ્લો અને અન્ય જિલ્લાના મહત્વપૂર્ણ શહેરો એક પ્રકારથી ધરાશાયી થઇ ચૂક્યા હતા અમારી સામે એક મોટો પડકાર હતો એ તમામ ગામો, શહેરોને ઉભા કરવા. પરંતુ જ્યારે પોલિટિકલ વ્હીલ હોય, જનતા-જનાર્દનનું સમર્થન હોય, સ્પષ્ટ દ્રષ્ટિ હોય, તો સિદ્ધિ મળીને રહે છે અને આજે તે જિલ્લો હિન્દુસ્તાનના સૌથી ઝડપથી આગળ વધનારા જિલ્લાઓમાં પોતાનું સ્થાન બનાવી રહ્યું છે.
જ્યારે મને અમરાવતીનું નિમંત્રણ મળ્યું, મેં ચંદ્રબાબુને કહ્યું હતું કે હું જરૂરથી આવીશ. પરંતુ જ્યારે મેં છાપાંમાં વાંચ્યું કે ચંદ્રબાબુ તેલંગણાના મુખ્યમંત્રીના ઘરે જઇને તેમને નિમંત્રણ આપ્યું, આ સમાચાર જ્યારે મારી પાસે આવ્યા ત્યારે મારા આનંદની કોઇ સીમા ના રહી અને તે માટે હું તેમને વિશેષ શુભકામના આપું છું, એ કામ માટે.
કેટલાક લોકોના રાજકીય સ્વાર્થને કારણે વિચાર-વિમર્શની પ્રક્રિયાને પૂર્ણ કર્યા વગર જ ઉતાવળે આંધ્ર અને તેલંગણાનું વિભાજન થયું. પરંતુ આ બધી પ્રક્રિયામાં જે નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હોય, સંપતિનું અનેકગણું નુકસાન થયું તેની પીડા હજું પણ મને છે. અંગ્રેજ કેટલીક વસ્તુઓ છોડીને ગયા છે જેના કારણે આજે પણ આપણા દેશમાં ક્યારેકને ક્યારેક કોઇકને કોઇક તણાવ પેદા થતો રહે છે. પાછલી સરકાર પણ કંઇક આવું કરીને ગઇ છે જેના કારણે આંધ્ર અને તેલંગણા વચ્ચે હરેક સમયે કોઇકને કોઇક તણાવ બનેલું રહે. પરંતુ હવે સમયની માગ છે કે આપણે આંધ્ર અને તેલંગણા ભલે આંધ્ર હોય તેલંગણા હોય અમારી આત્મા તેલુગુ છે. અને આ તેલુગુની આત્માના બે ખભા છે એક તેલંગણા એક આંધ્ર અને બન્ને એટલી પ્રગતિ કરે એક બીજાના પૂરક બને કે હિન્દુસ્તાનની શાન બનવામાં આપણી શક્તિ બનેલી રહે.
મને વિશ્વાસ છે કે ભારત સરકારે જે એક સ્ટાર્ટઅપનું અભિયાન ચલાવ્યું છે એ સ્ટાર્ટઅપનો સૌથી વધારે લાભ લેવાની તાકાત કોઇની છે તો આ ધરતીની છે. આંધ્રના લાખો યુવાન દુનિયાના અનેક દેશોમાં પ્રોફેશનલ્સ તરીકે પોતાની ઉત્તમ જગ્યા બનાવી છે. આંધ્રપ્રદેશ પાસે એવા પ્રતિભાવાન યુવાનો હોય, બુદ્ધિમાન યુવાધન હોય અને તે ઇનોવેશન માટે સ્ટાર્ટઅપ માટે એક નવું સામ્રાજ્ય આંધ્રની ધરતી પર ઉભું કરી શકે તેમ છે. મને વિશ્વાસ છે કે તેના દ્વારા આવનારા દિવસોમાં આંધ્ર એક નવી આર્થિક ક્રાન્તિનું નેતૃત્વ કરશે. આ યુવા કેન્દ્રિત આર્થિક ક્રાન્તિ હશે. જે દેશ પાસે આઠ હજાર મિલિયન 65 વર્ષથી ઓછી વયવાળા યુવાનો હોય તે દેશ નવી નવી આર્થિક શક્તિ બની શકે તેમ છે, નવી આર્થિક ક્રાન્તિ કરી શકે છે.
મને વિશ્વાસ છે કે ભલે આંધ્ર અને તેલંગણા જુદા થયા હોય પરંતુ બન્નેમાં આગળ વધવાની શક્તિ હોય અને બન્ને એકબીજાના પૂરક બનીને આગળ વધવાનો પ્રયાસ કરશે તેટલો જ લાભ બન્ને પ્રદેશોને થશે.
જ્યારે અટલ બિહારી બાજપેયીજી આ દેશના પ્રધાનમંત્રી હતા ત્યારે આ દેશમાં ત્રણ નવા રાજ્ય બન્યા હતા, ત્રણ રાજ્યોનું વિભાજન થયું હતું. પરંતુ કોઇ સંઘર્ષ નહોતો, કોઇનું લોહી વહ્યું ન હતું અને પછી પણ કોઇ સંકટ સર્જાયું ન હતું. આંધ્ર અને તેલંગણા વચ્ચે પણ એવી જ પરિસ્થિતિ લાવવાનો મારે પ્રયાસ કરવાનો છે.
અગાઉની સરકારે ઘણી એવી વસ્તુઓ કરી છે જેમને સુધારવામાં અમારી ખૂબ શક્તિ વપરાઇ રહી છે, ખૂબ સમય જઇ રહ્યો છે પરંતુ હું આ બન્ને પ્રદેશવાસીઓને વિશ્વાસ અપાવું છું કે ભારત સરકાર દરેક પ્રકારથી તમારી સાથે રહેશે અને દરેક સંભવ સહાયતા કરતી રહેશે.
ભારત સરકાર અને ચંદ્રબાબુ વચ્ચે ફ્રિકવન્સી એટલી મેળ ખાય છે કે કામ કરવા માટે એક બીજાને સમજવામાં એટલી સુવિધા છે અને તેના કારણે સરકાર બન્યા પછી જે પ્રથમ ધ્યાન આપવામાં આવ્યું તે અમે માનવ સંસાધન વિકાસ – હ્યુમન રીસોર્સીસ ડેવલપમેન્ટ પર આપ્યું. આંધ્રની અંદર માનવ સંસાધન વિકાસનો એક કેપિટલ કેવી રીતે બની શકે તે દિશામાં અમે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. રીઓગ્રેનાઇઝેશન એક્ટ હેઠળ માનવ સંસાધન વિકાસને પ્રાથમિકતા આપીને અત્યાર સુધી 11 શૈક્ષણિક સંસ્થાનોમાં કામને આગળ વધારવામાં આવ્યું છે. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (આઈઆઈટી), ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, એનઆઈટી, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રીસર્ચ, સેન્ટ્રલ યુનિવર્સિટી, પેટ્રોલિયમ યુનિવર્સિટી આ બધી સંસ્થાઓ આટલા ઓછા સમયમાં ઉભી કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યાં છે.
આ રાજધાની જ્યારે બની રહી છે ત્યારે તમે લોકો પોત-પોતાના ગામથી પવિત્ર માટી અને જળ લાવ્યા છો અને તમે લોકોએ ખરા અર્થમાં તેને પ્રજાની પાટનગરી બનાવવાની દિશામાં સફળ આયોજન કર્યું છે. જ્યારે મને આ યોજના અંગે માહિતી મળી હતી અને આજે જ્યારે હું અહીં આવી રહ્યો હતો તો મને વિચાર આવ્યો અને હું પણ જળ અને માટી સાથે લઇને આવ્યો છું. હું માટી લાવ્યો છું ભારતના લોકતંત્રના મંદિર – સંસદ પરિસરમાંથી માટી લાવ્યો છું અને જળ લાવ્યો છું યમુના નદીથી. આપણા દેશમાં કોઇપણ નદી ફક્ત નદી નથી હોતી આપણા દેશમાં નદી એક સંસ્કૃતિ હોય છે. અને જ્યારે મેં ચંદ્રબાબુને આ આપ્યું ત્યારે તેમને નવાઈ લાગી હતી અને તેઓ મને કહી રહ્યા હતા કે ઇમોશનલ ટચ છે મારા મનને. પરંતુ હું આંધ્રવાસીઓને કહેવા માગુ છું કે આ ફક્ત સંસદ પરિસરની માટી કે યમુનાજીનું જળ, એટલું જ નથી પરંતુ એક પ્રકારથી દેશની રાજધાની હવે અમરાવતી પહોંચી ગઇ છે તેનો સંદેશ છે. આ પ્રતિક એ વાતનો સંદેશ લઇને હું આવ્યો છું, આ પ્રતિકમાં એ તાકત છે, તે વિશ્વાસ આપે છે કે આંધ્રની વિકાસયાત્રામાં દિલ્હી ખભેથી ખભુ મેળવીને ચાલશે, દરેક સમયે સાથે રહેશે અને નવી ઉંચાઈઓને પાર કરીને રહેશે.
જે લોકોમાં આંધ્ર અને તેલંગણાનું વિભાજન કરવાની સાથે હંમેશાની એક સમસ્યાનું બીજ રોપવાનો ઇરાદો રહ્યો છે તે આજે પણ વિષ પેદા કરવા માટે તેમાં ખાતર નાખી રહ્યાં છે. ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, નવયુવાનોની લાગણી ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ હું આજે આ અમરાવતી સાંસ્કૃતિક નગરીથી આંધ્રવાસીઓને વિશ્વાસ અપાવું છું કે રીઓર્ગેનાઇઝેશન એક્ટ હેઠળ જે પણ વાતો જણાવવામાં આવી છે તેને લેટર અને સ્પિરિટ સાથે ભારત સરકાર સાથે રહેશે, લાગૂ કરશે અને તે હું વિશ્વાસ અપાવું છું.
તમે વિશ્વાસ રાખો ચંદ્રબાબુ અને નરેન્દ્ર મોદીની જોડી, જે વાતો નક્કી થઇ છે તેમને સાકાર કરીને રહેશે, સમય સીમામાં સાકાર કરીને રહેશે અને આંધ્રના સપનાં પૂર્ણ કરીને રહેશે. મારી સાથે બોલો ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય, ખૂબ ખૂબ આભાર.
AP/GP
Congratulations to people & Govt. of AP for today's historic programme. May Amaravati emerge as a people's capital & world class city. @ncbn
— Narendra Modi (@narendramodi) October 22, 2015
From the national capital to the upcoming state capital…soil from our Parliament & water from the Yamuna.
https://t.co/EBHWGY6c1M
— Narendra Modi (@narendramodi) October 22, 2015
The way @ncbn took up work on this (new capital) & integrated whatever is best across the world, he must be congratulated: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 22, 2015
This is on the way to becoming a people's capital. I congratulate the people and Government of the state: PM @narendramodi @AndhraPradeshCM
— PMO India (@PMOIndia) October 22, 2015
Today Andhra Pradesh is taking a very important step: PM @narendramodi https://t.co/M528F8nmst
— PMO India (@PMOIndia) October 22, 2015
Be it AP or Telangana, the soul is Telugu. Both states must progress: PM @narendramodi @ncbn @AndhraPradeshCM @TelanganaCMO
— PMO India (@PMOIndia) October 22, 2015
I have got soil from the temple of democracy, the Parliament complex and water from the Yamuna river: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 22, 2015
Reciting a few lines in Telugu. We are all very optimistic about Amaravati & want to see this city shine.
https://t.co/bDjNDyCyYD
— Narendra Modi (@narendramodi) October 22, 2015