Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીને અભિનંદનનાપાઠવવા ફોન આવ્યાં


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી મહામહિમ શ્રી ઇમરાન ખાન, માલ્દિવ્સનાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી મોહમ્મદ નાશીદ અને નેપાળનાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી માધવ નેપાલે ફોન કરીને ભારતમાં તાજેતરમાં સંપન્ન થયેલી લોકસભાની ચૂંટણીમાં વિજય મેળવવા બદલ અભિનંદન આપ્યાં હતાં.

પ્રધાનમંત્રીએ પાકિસ્તાનનાં પ્રધાનમંત્રીને ટેલીફોન કોલ કરવા બદલ અને અભિનંદન આપવા બદલ આભાર માન્યો હતો. પોતાની સરકારની પડોશી દેશોને પ્રાથમિકતા આપવાની નીતિને અનુરૂપ પહેલોને યાદ કરીને પ્રધાનમંત્રી મોદીએ પાકિસ્તાનનાં પ્રધાનમંત્રીને સંયુક્તપણે ગરીબી સામે લડવાનું તેમનું અગાઉનું સૂચન યાદ કર્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આપણાં વિસ્તારમાં શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે સાથસહકાર વધારવા માટે વિશ્વાસ ઊભો કરવો તથા હિંસા અને આતંકવાદ મુક્ત વાતાવરણ ઊભું કરવાની જરૂરિયાત છે.

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ નાશીદે પ્રધાનમંત્રીને ઐતિહાસિક જનાદેશ પર અભિનંદન આપ્યાં હતાં અને જણાવ્યું હતું કે, છેલ્લાં થોડાં વર્ષોમાં ભારત અને માલ્દિવ્સ વચ્ચે સંબંધો વધારે ગાઢ બન્યાં છે. તેમણે વિસ્તારમાં કટ્ટરવાદ અને આત્યંતિક પરિબળો સામેની લડાઈ લડવા ગાઢ સાથસહકારનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ તેમની શુભેચ્છા પર આભાર વ્યક્ત કર્યો હતો તથા વિસ્તારમાં શાંતિ, સુરક્ષા અને વિકાસ માટે બંને દેશો વચ્ચે મજબૂત, પારસ્પરિક લાભદાયક અને સંપૂર્ણ ભાગીદારીને જાળવી રાખવાની પોતાની કટિબદ્ધતા પર ભાર મૂક્યો હતો.

શ્રી માધવ નેપાલે પ્રધાનમંત્રીને તેમનાં પક્ષ અને ગઠબંધનને ભવ્ય, ઐતિહાસિક અને અભૂતપૂર્વ વિજય અપાવવા નેતૃત્વ આપવા બદલ અભિનંદન પાઠવ્યાં હતાં. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, દુનિયામાં મોખરાની મહાસત્તા તરીકે ભારતનો ઉદય સંપૂર્ણ વિસ્તારને ગુણવત્તાની દ્રષ્ટિએ પ્રગતિનાં પંથે લઈ જશે. પ્રધાનમંત્રીએ શ્રી નેપાલની શુભેચ્છા પર આભાર માન્યો હતો તેમજ ભારત અને નેપાળ વચ્ચે ઐતિહાસિક મૈત્રીપૂર્ણ અને બહુપક્ષીય સંબંધોને વધારે મજબૂત અને ગાઢ બનાવવા માટેની ઇચ્છા વ્યક્ત કરી હતી.

J.Khunt/RP