Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ફોન આવ્યો, દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા કરી અને પશ્ચિમ એશિયા તથા હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) વિશે ચર્ચા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ફોન આવ્યો હતો.

બંને નેતાઓએ વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગમાં હાંસલ કરેલી નોંધપાત્ર પ્રગતિની સમીક્ષા કરી હતી અને તમામ ક્ષેત્રોમાં વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

તેઓએ પશ્ચિમ એશિયાની સ્થિતિ વિશે પણ ચર્ચા કરી હતી અને હોર્મુઝ સ્ટ્રેટને ખુલ્લી અને સુરક્ષિત રાખવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.

શ્રી મોદીએ X પર લખ્યું;

“મારા મિત્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ફોન આવ્યો. અમે વિવિધ ક્ષેત્રોમાં અમારા દ્વિપક્ષીય સહયોગમાં હાંસલ કરેલી નોંધપાત્ર પ્રગતિની સમીક્ષા કરી. અમે તમામ ક્ષેત્રોમાં અમારી વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે પશ્ચિમ એશિયાની સ્થિતિ વિશે પણ ચર્ચા કરી અને હોર્મુઝ સ્ટ્રેટને ખુલ્લી અને સુરક્ષિત રાખવાના મહત્વ પર ભાર મૂક્યો.
@POTUS
@realDonaldTrump”

SM/DK/JD