Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીને વિદેશી નેતાઓ માટે ઉઝબેકિસ્તાનના સર્વોચ્ચ બહુમાન “ઓલી દારાજાલી દોસ્તલિક” ઓર્ડરથી નવાજવામાં આવ્યા

પ્રધાનમંત્રીને વિદેશી નેતાઓ માટે ઉઝબેકિસ્તાનના સર્વોચ્ચ બહુમાન “ઓલી દારાજાલી દોસ્તલિક” ઓર્ડરથી નવાજવામાં આવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે બંને દેશો વચ્ચેની મિત્રતા મજબૂત કરવા માટેના તેમના યોગદાન બદલ ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ મહામહિમ શવકત મિર્ઝિયોયેવ દ્વારા “ઓલી દારાજાલી દોસ્તલિક” ઓર્ડર (ઓર્ડર ઓફ હાઇએસ્ટ ફ્રેન્ડશિપ) થી નવાજવામાં આવ્યા હતા. આ વિદેશી નેતાઓ માટે ઉઝબેકિસ્તાનનું સર્વોચ્ચ બહુમાન છે.

આ સન્માનનો સ્વીકાર કરતા, પ્રધાનમંત્રી મોદીએ આ પુરસ્કાર ભારતના 1.4 અબજ લોકોને સમર્પિત કર્યો અને જણાવ્યું કે તે બંને દેશો અને સંસ્કૃતિઓ વચ્ચેના સ્થાયી મૈત્રીપૂર્ણ સંબંધોનું પ્રતીક છે. તેમણે નોંધ્યું કે રાષ્ટ્રપતિ મિર્ઝિયોયેવ દ્વારા તેમના માટે કહેવાયેલા પ્રશંસાના શબ્દો ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચેની સદીઓ જૂની મિત્રતા અને તેમના સહિયારા વારસાને શ્રદ્ધાંજલિ છે. પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે આ સન્માન માનવતાના કલ્યાણ માટે ગ્લોબલ સાઉથના ભાગીદારો તરીકે ઉઝબેકિસ્તાન સાથે મળીને કામ કરવા માટે ભારત પર વધારાની જવાબદારી લાવે છે.

ઓલી દારાજાલી દોસ્તલિક” ઓર્ડર એનાયત થવો એ ઊંડા મૂળ ધરાવતા નાગરિક જોડાણો અને સતત ગાઢ બની રહેલી ભારત-ઉઝબેકિસ્તાન વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને પ્રતિબિંબિત કરે છે.

SM/IJ/JD