Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીને સ્લોવાક રિપબ્લિકનું સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન – “ઓર્ડર ઓફ ધ વ્હાઇટ ડબલ ક્રોસ, ફર્સ્ટ ક્લાસ” એનાયત કરવામાં આવ્યું

પ્રધાનમંત્રીને સ્લોવાક રિપબ્લિકનું સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન – “ઓર્ડર ઓફ ધ વ્હાઇટ ડબલ ક્રોસ, ફર્સ્ટ ક્લાસ” એનાયત કરવામાં આવ્યું


એક ખાસ સમારંભમાં, સ્લોવાક રિપબ્લિકના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી પીટર પેલેગ્રિનીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને સ્લોવાકિયાનું સર્વોચ્ચ રાજ્ય સન્માન, “ઓર્ડર ઓફ ધ વ્હાઇટ ડબલ ક્રોસ, ફર્સ્ટ ક્લાસ” એનાયત કર્યું હતું.

પ્રધાનમંત્રીએ આ ખાસ સન્માન માટે રાષ્ટ્રપતિ, સરકાર અને સ્લોવાકિયાના લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. એવોર્ડ સ્વીકારતા તેમણે કહ્યું કે આ સન્માન ભારતના 1.4 અબજ લોકો અને ભારત અને સ્લોવાકિયા વચ્ચેના મિત્રતાના અતૂટ બંધનોને સમર્પિત છે.

આ એવોર્ડને ભારત અને સ્લોવાકિયાના લોકોને બાંધતા સ્નેહ, વિશ્વાસ અને આત્મીયતાનું પ્રતીક ગણાવતા, પ્રધાનમંત્રીએ આશા વ્યક્ત કરી કે આ સન્માન બંને દેશોની ભાવિ પેઢીઓને તેમની ખાસ મિત્રતાને વધુ મજબૂત બનાવવા માટે પ્રેરણા આપશે.

 

SM/DK/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]