પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (21 નવેમ્બર, 2015) કુઆલાલમ્પુરમાં આસિયાન – ભારત શિખર સંમેલનને સંબોધિત કર્યું.
શિખર સંમેલનમાં ઉદ્ઘાટન ભાષણમાં પ્રધાનમંત્રીએ કહ્યું, ‘આપણે આર્થિક અસ્થિરતા, રાજનીતિક અશાંતિ અને સુરક્ષાના ખતરા જેવા કોઈ વૈશ્વિક પડકારોના સમયે બેઠક કરી રહ્યા છીએ.’
પ્રધાનમંત્રીએ કહ્યું ‘ભારતમાં પરિવર્તનોનો પાયો મોટા છે એટલે ભારતમાં આર્થિક અવસર પણ ઘણા વધુ છે અને અત્યારે ત્યાં આવું વાતાવરણ છે જે બધાના સ્વાગત માટે ખુલ્લુ છે. એ, વ્યાપાર કરવામાં સુગમતા લાવવાની વિશ્વ બેંકની રેન્કિંગમાં ભારતની સ્થિતિમાં ઉછાળો આવવાથી પ્રતિબિંબત થાય છે. અમે તેજી અને પ્રમુખતાથી અમારા આર્થિક સુધારાઓને ચાલુ રાખીશું. આસિયાનની અર્થવ્યવસ્થા ગતિશીલ અને ઉર્જાની સાથે વૃદ્ધિ કરતી રહેશે. મને આમાં કોઈ શંકા નથી કે અમારા 1.9 બિલિયન લોકોની સમૃદ્ધિને અમે ફરીવાર સુદૃઢ કરીશું.’
પ્રધાનમંત્રીએ કહ્યું ‘વહેંચાયેલ સમૃદ્ધિ માટે સંપર્ક એક માર્ગ છે. ત્રિપક્ષીય રાજમાર્ગ પરિયોજનામાં સારી પ્રગતિ થઈ રહી છે અને 2018 સુધી આ પૂર્ણ થઈ જશે.’
પ્રધાનમંત્રીએ કહ્યું ‘અમે, આસિયાન – ભારત વિજ્ઞાન તેમજ પ્રૌદ્યોગિકી વિકાસ કોષને વર્તમાન 1 મિલિયન અમેરીકી ડોલરથી વધારીને 5 મિલિયન અમેરીકી ડોલર કરીશું. અમે ઓછી લાગતની પ્રૌદ્યોગિકીઓ, તકનીકી હસ્તાંતરણ અને સહયોગાત્મક અનુસંધાન તેમજ વિકાસ પરિયોજનાઓને વ્યાવસાયિક રૂપથી ઉપલબ્ધ કરાવવા માટે આસિયાન-ભારત નવાચાર મંચનું પણ ગઠન કરવા ઈચ્છીએ છીએ.’ આસિયાન શિખર સંમેલનથી અલગ પ્રધાનમંત્રીએ ચીનના પ્રધાનમંત્રી શ્રી લી કેકિયાંગ સાથે મુલાકાત કરી..
બંને પક્ષોના વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં આર્થિક મંદી, જળવાયુ પરિવર્તન અને આંતરરાષ્ટ્રીય આતંકવાદની બાબતમાં સમીક્ષા કરી. ચીનના પ્રધાનમંત્રીએ જોયું કે ભારતે આર્થિક મંદી ઉપરાંત પોતાની વૃદ્ધિ જાળવી રાખી છે. બંને પક્ષોએ પેરિસમાં થનારા સીઓપી-21 સંમેલનની તૈયારીઓની સમીક્ષા પણ કરી. શ્રી નરેન્દ્ર મોદીએ સૌર ગઠબંધન પહેલની બાબતમાં ચીનના પ્રધાનમંત્રીને જાણકારી આપી અને ચીને આમા સામેલ થવા માટે આમંત્રિત કર્યું. બંને પક્ષો એ વાત પર સહમત થયા કે આતંકવાદ સૌથી મોટો પડકાર છે અને એનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાયે એકજૂટ થવું પડશે.
તેમણે દ્વિપક્ષીય સ્તર પર વ્યાપાર અને રોકાણ પર પણ ચર્ચા કરી. પ્રધાનમત્રીએ એકવાર ફરી ચીનની સાથે ભારતના મોટા નુકશાન પર ચિંતા દર્શાવી. કૌશલ વિકાસના ક્ષેત્રમાં સહયોગ પર ચર્ચા થઈ.
જાપાનના પ્રધાનમંત્રી શ્રી શિંજો આબેએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી માટે ભોજનનું આયોજન કર્યું. શ્રી શિંજો આબેએ એકવાર ફરી કહ્યું કે વિશ્વના અન્ય દ્વિપક્ષીય સંબંધોની તુલનામાં ભારત – જાપાનની વચ્ચે દ્વિપક્ષીય સંબંધોમાં વધારે સંભનાવના છે. પ્રધાનમંત્રીએ દ્વિપક્ષીય સંબંધો પર જાપાનના પ્રધાનમંત્રીના દ્રષ્ટિકોણને માન્યુ અને કહ્યું કે તેઓ શ્રી શિંજો અબેની ભારત યાત્રા માટે ઉત્સુક છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે જાપાન, ભારતની સાથે પરિવર્તનકારી ક્ષમતાની દિલ્હી – મુંબઈ ઔદ્યોગિક ગલિયારા (ડીએમઆઈસી) જેવી કેટલીક પહેલોમાં ભાગીદાર છે. આ દરમિયાન ક્ષેત્રીય સંપર્ક, સમુદ્રી સુરક્ષા, આગામી સીઓપી-21 સંમેલન, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારા અને આતંકવાદના મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ.
UM/J.Khunt/GP
Meeting PM @AbeShinzo is always a delight. Had comprehensive talks with him at the lunch he hosted. pic.twitter.com/hcAeSkCxdN
— Narendra Modi (@narendramodi) November 21, 2015
My speech at ASEAN-India Summit. As the world faces economic challenges, India & ASEAN are bright spots of optimism. https://t.co/Jgg4x1heO6
— Narendra Modi (@narendramodi) November 21, 2015
Highlighted need to expand our trade & economic partnership & increase cooperation in development of Ocean Economy. pic.twitter.com/1CbIZh5Lo8
— Narendra Modi (@narendramodi) November 21, 2015
ASEAN-India Summit, bilateral meetings & investment meet....sharing highlights of the day. https://t.co/mC8DeGbOSC
— Narendra Modi (@narendramodi) November 21, 2015
PM @AbeShinzo hosts PM @narendramodi for lunch. pic.twitter.com/oOPdUW0vAn
— PMO India (@PMOIndia) November 21, 2015