પીએમઇન્ડિયા
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંયુક્ત રાષ્ટ્ર ખાતે 2015 પછીના વિકાસ એજન્ડા અપનાવવા અંગેના શિખર સંમેલન દરમિયાન પોતાનું વક્તવ્ય આપ્યું.
પ્રધાનમંત્રી દ્વારા પોતાની સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાઓ અંગે માહિતી આપવામાં આવી હતી, જેમાં આર્થિક બાબતો, ઈન્ડિવિઝ્યુઅલ એન્ટરપ્રાઇઝ અને રીન્યુએબલ એનર્જી સહિતની બાબતોનો સમાવેશ થાય છે. તેમણે ક્લાયમેન્ટ જસ્ટીસના કોન્સેપ્ટ અંગે વાત કરી અને ગરીબોને કુદરતી આપત્તિઓ સામે કેવી રીતે રક્ષણ આપી શકાય તે અંગે પણ વિચાર વ્યક્ત કર્યો હતો.
વડાપ્રધાનશ્રીએ વર્લ્ડ બેન્કના પ્રેસિડેન્ટ શ્રી જીમ યોન્ક કિમ સાથે પણ મુલાકાત યોજવામાં આવી હતી. તેમના દ્વારા વડાપ્રધાનના સ્વચ્છ ભારતના વિચારને વખાણવામાં આવ્યું હતું અને કહ્યું હતું કે વડાપ્રધાનની આગેવાની હેઠળ વિશ્વને હાલ જે ભારત જોવા મળી રહ્યું છે તેમાં સકારાત્મક ફેરફાર જોવા મળી રહ્યાં છે. વડાપ્રધાન દ્વારા તેમની સરકાર દ્વારા રીન્યુએબલ એનર્જી, ગંગા સફાઈ અને શૌચાલય નિર્માણ અંગે લેવામાં આવેલા પગલાં તથા આ કાર્યક્રમના અસરકારક અમલ અંગે તેમની સરકાર દ્વારા વ્યક્ત કરવામાં આવેલી કટિબદ્ધતા અંગે માહિતી આપવામાં આવી હતી.
વડાપ્રધાને યુએન સેક્રેટરી જનરલ બાન કી મૂનની મુલાકાત લીધી હતી. સંયુક્ત રાષ્ટ્રની શાંતિ અભિયાનો અને રીફોર્મ ઓફ યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ દ્વારા પણ ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્લાયમેન્ટ ચેન્જ વિષય અંગે વડાપ્રધાન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલના સમયે વિકસિત રાષ્ટ્રો અને વિકસી રહેલા રાષ્ટ્રો વચ્ચે સંવાદ – વિશ્વાસનું એક અંતર જોવા મળે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે હાલના સમયે જરૂરી છે કે સકારાત્મક લક્ષ્યાંકો તરફ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે.
વડાપ્રધાને કિંગ અબ્દુલ્લાહ દ્વિતિય અલ હુસૈન, કિંગ ઓફ ધી હેશેમાઇટ કિંગડમ ઓફ જોર્ડનની પણ મુલાકાત લીધી હતી. તેમની આ મુલાકાત દરમિયાન આતંકવાદના મુદ્દાની સાથે સાથે આતંકી સંગઠન આઈએસઆઈએસના જોખમ અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. વડાપ્રધાન જણાવ્યું હતું કે આતંકવાદના મુદ્દે વૈશ્વિક જવાબદારીઓની હાલના સમયે ખૂબ જરૂર છે.
વડાપ્રધાન દ્વારા ઈજીપ્તના પ્રેસિડેન્ટ શ્રી અબ્દેલ ફત્તાહ અલ-સિસી સાથે પણ મુલાકાત યોજવામાં આવી હતી. કાઉન્ટર ટેરરિઝમ અને કાઉન્ટર રેડિકેલાઇઝેશનનો મુદ્દો તેમની મુલાકાત દરમિયાન ચર્ચાના કેન્દ્રસ્થાને રહ્યો હતો.
વડાપ્રધાને સેન્ટ લુસિયાના વડાપ્રધાન શ્રી કેની ડેવિસ એન્થની સાથે પણ મુલાકાત યોજવામાં આવી હતી.
AP/J.Khunt/GP
My speech at the @UN. http://t.co/ltNznpXEIS #UNGA
— Narendra Modi (@narendramodi) September 25, 2015
Just before my speech at the @UN had a meeting with @UN @secgen Mr. Ban Ki-moon. pic.twitter.com/fPP8dnAFUK
— Narendra Modi (@narendramodi) September 25, 2015
Discussed India-Jordan cooperation in the meeting with HM King Abdullah II. pic.twitter.com/KHTuOZO7QA
— Narendra Modi (@narendramodi) September 25, 2015