Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી એઈમ્સમાં વિવિધ મુખ્ય પરિયોજનાનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 29 જૂન, 2018નાં રોજ નવી દિલ્હીમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ)ની મુલાકાત લેશે.

તેઓ એઈમ્સમાં નેશનલ સેન્ટર ફોર એજિંગનો શિલાન્યાસ કરશે. આ મલ્ટિ-સ્પેશિયાલ્ટી સ્વાસ્થ્ય સુવિધા વયોવૃદ્ધ લોકોને સેવા આપશે. જે 200 જનરલ વોર્ડ બેડ ધરાવતી હોસ્પિટલ છે.

આ પ્રસંગ દરમિયાન પ્રધાનમંત્રી સફદરજંગ હોસ્પિટલમાં 555-બેડ ધરાવતા સુપર સ્પેશિયાલિટી બ્લોકનું ઉદઘાટન કરશે. આ ઉતરાંત તેઓ સફદરજંગ હોસ્પિટલમાં 500-બેડનાં નવા ઇમરજન્સી બ્લોક અને એઈમ્સમાં 300-બેડ પાવરગ્રિડ વિશ્રામ સદન અર્પણ કરશે તેમજ એઈમ્સ, અન્સારી નગર અને ટ્રોમા સેન્ટર વચ્ચે કનેક્શન મોટોરેબલ ટનલનું લોકાર્પણ કરશે.

NP/J.Khunt/RP