Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી કાલે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ગાંધી જયંતિના અવસર પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા માટે કાલે (2 ઓક્ટોબર, 2015) સવારે રાજઘાટ જશે.

પ્રધાનમંત્રી કાલે ઝારખંડની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી ખુંટી સ્થિત જિલ્લા અદાલત માટે 180 કિલોવોટના રૂફટૉપ સૌર સંયંત્રનું ઉદ્ઘાટન કરશે. તેઓ ત્યાર બાદ દુમકામાં પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત એક વિશાળ ઋણ શિબિરનું ઉદ્ઘાટન કરશે.

પ્રધાનમંત્રી કાલે સાંજે નવી દિલ્હીમાં ‘ઈન્ડિયા ટુડે’ ગ્રુપ દ્વારા આયોજિત થનારા ‘સફાઈગિરી પુરસ્કાર’ સમારોહમાં ભાગ લશે.

AP/J.Khunt/GP