Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી દ્વારા વારાણસીમાં વિકાસ કામોનો પ્રારંભ અને જાહેરસભાને સંબોધન

પ્રધાનમંત્રી દ્વારા વારાણસીમાં વિકાસ કામોનો પ્રારંભ  અને જાહેરસભાને સંબોધન


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીમાં કેટલીક વિકાસ યોજનાઓ ખુલ્લી મૂકી હતી.

આ યોજનાઓમાં 765/400 કેવી જીઆઈએસ વારાણસી પાવર સબ-સ્ટેશન, વારાણસી, સીટી ગેસ વિતરણ પ્રોજકટનો શિલાન્યાસ, વારાણસી પોસ્ટલ રિજીયનનો પ્રારંભ, ડિઝલ લોકોમોટિવ વર્કસ (ફેઝ-1)નો વિસ્તરણ પ્રોજેકટ અલાહાબાદ- વારાણસી રેલવે લાઈનની બીજી લાઈનના વિજળીકરણ માટે શિલારોપણ તથા રાજાતાલાબ રેલવે સ્ટેશન ઉપર પેરિશેબલ કાર્ગો સેન્ટરની સ્થાપનાનો સમાવેશ થાય છે.

પ્રધાન મંત્રીએ સુકન્યા સમૃધ્ધિ યોજનાના કેટલાક લાભાર્થિઓનું બહુમાન કર્યું હતું અને પસંદગીના ઉજ્જવલા લાભાર્થિઓને એલપીજી જોડાણો સુપરત કર્યા હતા. તેમણે વારાણસી શહેર અંગે એક ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી.

આ પ્રંસગે પ્રધાનમંત્રીએ લોકોને દિવાળી પ્રસંગે લશ્કરના જવાનોને શુભેચ્છા સંદેશા પાઠવવા અનુરોધ કર્યો હતો.

તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર પ્રોજેકટસ સમયસર પૂરા કરવા તરફ ધ્યાન આપી રહી છે અને તેમણે ખાતરી આપી હતી કે માત્ર શિલારોપણ નહીં થાય, પ્રોજેકટસનું સમયસર ઉદ્ઘાટન પણ કરવામાં આવશે. તેમણે કહ્યું કે સરકારની પહેલનો સાચો ઉદ્દેશ અમલીકરણ કરીને લોકોના દિલ સુધી પહોંચવાનો છે.

પ્રધાનમંત્રીએ પર્યાવરણલક્ષી પહેલનો અને સરકારના ભારતીય રેલવે અંગેના વિઝનનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે રેલવે અર્થતંત્રનું ગ્રોથ એન્જીન બની શકે તેમ છે.

AP/TR