પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે ઈઝરાયેલના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી બેન્જામિન નેતન્યાહુનો ટેલિફોન કોલ આવ્યો હતો.
બંને નેતાઓએ ભારત-ઈઝરાયેલ વિશેષ વ્યૂહાત્મક ભાગીદારીમાં સતત પ્રગતિની સમીક્ષા કરી હતી અને બંને દેશોના પરસ્પર લાભ માટે વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત કરવાની તેમની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
પ્રધાનમંત્રી નેતન્યાહુ અને પ્રધાનમંત્રી મોદીએ પશ્ચિમ એશિયાના તાજેતરના વિકાસ અંગે વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું.
બંને નેતાઓ સંપર્કમાં રહેવા માટે સંમત થયા હતા.
SM/JD