પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23 સપ્ટેમ્બરની સાંજે ન્યૂયોર્ક પહોંચી ગયા હતા, તેઓ આજે (24 સપ્ટેમ્બર, 2015) ન્યૂયોર્કમાં શ્રેષ્ઠ કંપનીઓના મુખ્ય કાર્યકારી અધિકારીઓ (સીઈઓ) સાથે મુલાકાત કરશે. આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીનું ધ્યાન મુખ્ય રૂપથી એ વાત પર કેન્દ્રિત રહેશે કે ભારતમાં વિભિન્ન ક્ષેત્રોમાં રોકાણ કેવી રીતે વધારી શકાય.
એક ગોળમેજી બેઠક દરમિયાન તેઓ જે. પી. મોર્ગન અને બ્લેક સ્ટોન સહિત નાણાકીય ક્ષેત્રના વિભિન્ન સંગઠનોના સીઈઓ સાથે મુલાકાત કરશે. ટાઈમ મેગેઝિન અને ફોર્ચ્યુન દ્વારા ઔદ્યોગિક નીતિ અને સંવર્ધન વિભાગના સહયોગથી આયોજિત કરાઈ રહેલા એક કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી અમેરિકાના સર્વોચ્ચ સીઈઓ સાથે વાતચીત પણ કરશે. લોક હિડ માર્ટિન, ફોર્ડ, આઈબીએમ, પેપ્સીકો, જીઈ, બોઈંગ અને માસ્ટર કાર્ડ સહિત ઘણી જાણિતી અમેરિકી કંપનીઓ આ મુલાકાતમાં સામેલ હશે.
પ્રધાનમંત્રી “મીડિયા, પ્રૌદ્યોગિકી અને સંચાર” વિષય પર એક ગોળમેજ બેઠકને પણ સંબોધિત કરશે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ગુયાનાના રાષ્ટ્રપતિ શ્રી ડેવિડ એ. ગ્રૈંજર સાથે એક દ્વિપક્ષીય બેઠક પણ કરશે.
AP/J.Khunt/GP