Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી બેન્જામિન નેતાન્યાહુને વડાપ્રધાન મોદીએ અનોખી ભેટ આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈઝરાયલના પ્રધાનમંત્રી શ્રી બેન્જામિન નેતાન્યાહુને ભારતમાં યહૂદીઓના આગમન અને ઐતિહાસિક વસવાટના પુરાવાના અવશેષરૂપે કેરળમાંથી બે પ્રતિકૃતિ ભેટ આપી હતી.

તામ્રપત્રની આ બે અલગ અલગ પ્રતિકૃતિ ઇ.સ. પૂર્વેની 9-10મી સદીમાં ઘડાઈ હોવાનું મનાય છે.

આ તાંબાની પ્લેટનો પહેલો સેટ ભારતમાં કોચીની યહૂદીઓના અવશેષોની જાળવણીની પ્રતિકૃતિ છે. તેને હિન્દુ રાજા ચેરામન પેરુમલે (જે ભાસ્કર રવિ વર્મા તરીકે પણ ઓળખાય છે) યહૂદી નેતા જોસેફ રેબનને ફાળવેલા રાજવી વંશવારસા અને વિશેષાધિકારની સનદ માનવામાં આવે છે. યહૂદી પરંપરા મુજબ જોસેફ રેબન પાછળથી પ્રિન્સ ઓફ શિંગલી તરીકે આરૂઢ થયા હતા. આ સ્થળ ક્રાંગેનોર તરીકે ઓળખાય છે.

ક્રાંગેનોર એ સ્થાન છે જ્યાં યહૂદીઓ કોચીન અને માલાબારના અન્ય પ્રાંતમાં જતા અગાઉ આ દેશ માટે ધાર્મિક અને સાંસ્કૃતિક સ્વતંત્રતા માણતા હતા. શિંગલી ક્રાંગેનોરને યહૂદીઓ પવિત્ર સ્થાન અને બીજું જેરૂસાલેમ માને છે અને સ્થાનિક યહૂદીઓ શિંગલી ક્રાંગેનોરની રજ દરેક કોફીનમાં રાખતા હોય છે. કોચીના મટ્ટનચેરીમાં પરદેશી દેવળના કોર્પોરેશન દ્વારા આ પ્રતિકૃતિ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

તાંબાની બીજી પ્લેટ ભારત સાથેના યહૂદીઓના વેપારના પ્રારંભિક ઇતિહાસના દસ્તાવેજી પુરાવા માનવામાં આવે છે. આ પ્લેટ એ બાબતનો પુરાવો છે જેમાં સ્થાનિક હિન્દુ શાસકોએ કોલ્લામથી પશ્ચિમ એશિયા અને ભારતમાં વેપાર માટે ચર્ચ અને વિદેશી વેપારીઓને જમીન ફાળવી હતી અને કરમુક્તિના અધિકાર આપ્યા હતા. પશ્ચિમ એશિયન એસોસિયેશનમાં મુસ્લિમ, ખ્રિસ્તી, ઝોરોસ્ટ્રીયનનો યહૂદીઓના એક જૂથ તરીકેનો સમાવેશ કરાયો હતો. જેમણે જૂડિયો-પર્સિયન અને શક્ય એવા અરેબિક અને પહાલવી (મિડલ પર્સિયન)માં કરાર કર્યા હતા. આ પ્લેટમાં તેમના હસ્તાક્ષર જણાય છે જે આ લખાણથી અજાણ એવા સ્થાનિક કારીગરોએ કટ કર્યા છે. આ પ્લેટની પ્રતિકૃતિ કેરળના થિરુવલ્લામાં માલંકારા માર થોમા સિરીયન ચર્ચના સહકારથી ઉપલબ્ધ બની હતી.

આ ઉપરાંત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઇઝરાયલના વડા નેતાન્યાહુને કેરળના પરદેશી યહૂદી સમાજે દાનમાં આપેલા તોરાહ ચર્મપત્ર પણ ભેટ આપ્યું હતું. લગભગ 100 વર્ષ અગાઉ લખાયેલું આ ચર્મપત્ર કોચીના પરદેશી દેવળને સમર્પિત છે જે 1568માં બંધાયું હતું. આ તોરાહ ચાંદીથી મઢેલા એક લાકડાના કોતરણી વાળા બોક્સમાં અને સોનાની કિનાર ધરાવતા મેટલ ક્રાઉનમાં આવરીને દક્ષિણ ભારતીય ઢબે શણગારીને કલાત્મક કાપડ પર રાખીને ભેટ ધરવામાં આવ્યું હતું.

AP/J.Khunt/TR/GP