પીએમઇન્ડિયા

રાષ્ટ્રીય બાળ પુરસ્કારના આપ સૌ વિજેતાઓને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન. હવે તમે લોકો અભિનંદન લેતા લેતા થાકી ગયા લાગો છો. અભિનંદન વધારે પડતા થઇ ગયા ને? ઓછા છે કે વધારે થઇ ગયા; એવું તો નથી થયું ને? સારું, અહિયાં આવતી વખતે માસ્ટરજીએ કહ્યું હશે ત્યાં એકદમ શિસ્તમાં રહેવાનું છે, હાથ પગ હલાવવાના નથી, આ રીતે બોલવાનું છે. હા.. આ ગરબડ છે. અહિયાં આવીને કેવું લાગી રહ્યું છે આપ સૌને? મતલબ શું – વાતાવરણ સારું લાગી રહ્યું છે? રાષ્ટ્રપતિ ભવન જોયું.. આખું.. અને આજે શું જોઈ રહ્યા છો? વૃક્ષો અને વનસ્પતિઓ?
તમારામાંથી કેટલા લોકો છે જેઓ પહેલીવાર દિલ્હી આવ્યા છે? સારું.. બાકી બધા વારેઘડીએ આવી ચુક્યા છે.. બધા જ પરિચિત છે. આ જે પાછળ લોકો છે તેમની માટે સવાલ નથી મારા.. આ બધા બાળકો માટે છે. નહિતર પ્રોત્સાહન પાછળથી મળી રહ્યું છે.
જોકે દિલ્હી આવવાનો પોતાનો જ એક ઉત્સાહ હોય છે, તેમ છતાં મને ખબર છે કે તમને જરા જલ્દી જવાનો મૂડ થતો હશે, ઘરે જવાનો. જુઓ, તમને ચોક્કસ મન કરતું હશે જલ્દી ઘરે જઈએ, શું શું થયું મિત્રોને કહીએ, ફોટા બતાવીએ, પોતાનો એવોર્ડ બતાવીએ, દિલ્હીના અનુભવો સંભળાવીએ, દિલ્હીની ઠંડી કેવી છે, તે કહીએ, એવું મન થાય છે ને? કોઈને પણ થાય છે જી, આપણા સાથીઓને આપણી સારી સારી વાતો કહેવાનું મન દરેકને થતું હોય છે. તમને નથી થતું?
જુઓ, આખી યાત્રાની અઢળક વાર્તાઓ હશે, જે તમે કહેવા માંગતા હશો. તમે ભલે ના કહો પણ તમારું મન તો જરૂર કરતું હશે, પહેલા જઈને દાદીજીને તો આ કહેવાનું જ કહેવાનું છે, એવું મન થતું હશે. અને કેટલાક લોકો હશે જેઓ ઘરે જઈને કહેશે, જુઓ તમે મને ના પાડતા હતા ને, હવે ખબર પડી ને હું સારું સારું કામ કરી રહ્યો છું. તો હવે તમે લોકો ઘરે જઈને મમ્મી પપ્પાને ખીજાશો? દેખાડશો- હા હા અમારી પાસે ફોટો છે રાષ્ટ્રપતિજીની સાથે, અમે એવોર્ડ લઇને આવ્યા છીએ, એવું કરશો ને? નહિ કરો? એવું બની શકે ખરું? સારું છુપાઈને કરજો, ચોરી છુપેથી કરજો. કરશો, નહી કરો?
આ શું બાળપણ ખોઈ નાખ્યું છે તમે લોકોએ? અરે બાળપણ તો બચેલું રહેવું જોઈએ. તમારું બાળપણ ખોવાઈ ગયું છે. જેને એવું મન ના થાય કે મમ્મી-પપ્પાને પણ જઈને કહીશ, આ કહીશ, તેમને તે સંભળાવીશ, તો પછી તો તમે બાળપણ ખોઈ નાખ્યું છે તમારું. તો તમને અલગ ખુલ્લા નથી મુકતા મમ્મી-પપ્પા, પાછળ લાગેલા રહે છે? તેમને ભરોસો નથી, નાના બાળકો છે શું કરશે, એવું લાગી રહ્યું છે ને? આવતી વખતે તેમને કહેજો કે મને એકલા ક્યાંક જવા દો.
જુઓ, થોડા સમય પહેલા તમારા બધાનો જ્યારે પરિચય થઇ રહ્યો હતો તો હું ખરેખર ખૂબ જ આશ્ચર્યચકિત હતો. આટલી નાની ઉંમરમાં જે રીતે આપ સૌએ જુદા જુદા ક્ષેત્રોમાં કંઇક ને કંઇક કરીને બતાવ્યું છે, કોઈ પ્રયાસ કર્યા, કોઈ કામ કર્યું, તમને તો સમાધાન થશે જ થશે પરંતુ આજ પછી તમને કંઇક બીજું કરવાનું મન થઇ જશે. હજુ વધારે સારું કરવાનો ઈરાદો થઇ આવશે.
અને હું સમજુ છું કે આ બધા જે એવોર્ડ્સ વગેરે હોય છે ને, તે છેલ્લો પડાવ નથી હોતો. એક રીતે તે એક શરૂઆત હોય છે. જ્યારે કોઈ પ્રશંસા કરે છે તો મનને સારું લાગે છે. એક રીતે આ જિંદગીની શરૂઆત છે. અને તમે મુશ્કેલ પરિસ્થિતિઓ સામે લડવાનું સાહસ દેખાડ્યું. તમારામાંથી કેટલાક વીર બાળકો, કેટલાક એવા પણ છે જેમણે ગંભીર બીમારીઓમાંથી લોકોને બહાર કાઢવા માટે, જીવન જીવવાની સરળતા માટે અનેક નવા નવા ઇનોવેશન કર્યા છે. કોઈએ કળા અને સંસ્કૃતિમાં, કોઈએ ખેલકૂદમાં તો કોઈએ શિક્ષણ સાહિત્યમાં તો કોઈએ સમાજ સેવામાં; વિવિધતાઓથી ભરેલું તમારું યોગદાન રહ્યું છે.
આજે પોતાના સમાજ પ્રત્યે, રાષ્ટ્ર પ્રત્યે પોતાની ફરજ… તમે જોયું હશે મેં લાલ કિલ્લા પરથી એક વાત કહી હતી, યાદ છે કોઈને.. લાલ કિલ્લા પરથી કંઇક કહ્યું હતું? યાદ છે? ઘણું બધું કહ્યું હતું, કંઈ પણ કહી દેશો તો સાચું નીકળશે. એક વાત મેં કહી હતી- ‘કર્તવ્ય પર ભાર’. મોટાભાગે આપણે અધિકાર પર ભાર મુકીએ છીએ. હવે દેશની આઝાદીને 75 વર્ષ થવા જઈ રહ્યા છે, તો ક્યાં સુધી અધિકાર પર ભાર મૂકતા રહીશું? હવે કર્તવ્ય પર ભાર આપવો જોઈએ કે ના આપવો જોઈએ? ફરજને પ્રાથમિકતા કે અધિકારને પ્રાથમિકતા? પાક્કું, બધા સહમત છે? ચાલો આજે આપણે એક કાયદો પસાર કરી નાંખ્યો.
જુઓ, તમે તમારા સમજ પ્રત્યે, રાષ્ટ્ર પ્રત્યે પોતાની ફરજ વડે અને તેની માટે જે રીતે જાગૃત છો, તે માત્ર તમારા માતાપિતાને જ નહી, તમારા પરિવારજનોની માટે, જે પણ તમારા વિષયમાં જાણશે તે બધાને ગર્વ થશે, તેમને પાક્કો ગર્વ અનુભવાશે.
જુઓ, હું એક કામ કરીશ, તમારા બધાના ફોટો સાથે હું આજે તમારી જે સ્ટોરી છે, તેને હું સોશ્યલ મીડિયામાં દુનિયા સાથે શેર કરીશ. પ્રત્યેક વ્યક્તિગતરીતે, કઈ રીતે તમે કર્યું છે, ક્યાંથી આવ્યા છો, કેવું રહ્યું છે, હું લખીશ તેમાં. પરંતુ કંઇક ભૂલ થઇ જાય તો પછી તમે નારાજ ના થઇ જતા, કારણ કે ક્યારેક ક્યારેક માહિતીઓમાં ભૂલ થઇ જતી હોય છે.
જુઓ મિત્રો, તમે બધા આમ જોઈએ તો બહુ નાની ઉંમરના છો, ઓછી ઉંમરના છો પરંતુ તમને ખબર છે તમે જે કામ કર્યું છે, તેને કરવાની વાત તો છોડી દો, વિચારવા માટે પણ મોટા મોટા લોકોના પરસેવા છૂટી જાય છે. તમારામાંથી જેમણે ઇનોવેશન કર્યું હશે, જ્યારે તમારા શિક્ષકને કહેશો તો શિક્ષક પણ કહેશે, તું મને હેરાન ના કરીશ, તું જા અહીંથી. તેમનું માથું ખાતા હશો, શિક્ષક પણ ગુસ્સે થઇ જતા હશે. તેમને લાગતું હશે કે આ બાળક આટલો તેજસ્વી છે, આ મારા નસીબમાં ક્યાંથી આવી ગયો, તે મને ભણાવે છે. એવું થાય છે ને? જુઓ, હું એક વાત કહું તમને, તમે તમારા બધા જ મિત્રો અને શિક્ષકોને જરૂરથી કહેજો. હું આપ સૌ યુવા સાથીઓના આવા સાહસિક કામના વિષયમાં જ્યારે પણ સાંભળું છું, તમારી સાથે વાતચીત કરું છું, તો મને પણ પ્રેરણા મળે છે, તમારી પાસેથી હું પણ કંઇક શીખું છું. હમણાં એક બાળકીએ મને પૂછ્યું કે તમે આટલું કામ કરો છો તો માંની યાદ નથી આવતી; યાદ કરું છું તો બધો થાક ઉતરી જાય છે.
સાથીઓ, તમારા જેવા બાળકોની અંદર છૂપાયેલી આ પ્રતિભાને પ્રોત્સાહિત કરવા માટે જ આ રાષ્ટ્રીય પુરસ્કારોની સીમારેખા વધારવામાં આવી છે. અને આ માત્ર તમને પુરસ્કાર મળી રહ્યા છે, એવું નથી, આ અવસરના કારણે દેશભરના બાળકોનું આ બાબત ઉપર ધ્યાન જાય છે. એક રીતે તમે તેમની માટે હીરો બની જાવ છો, તમે તેમની માટે પ્રેરણા બની જાવ છો. જમ્મુ-કાશ્મીરમાં બેઠેલુ કોઈ બાળક હશે, લદ્દાખમાં બેઠેલું કોઈ બાળક હશે, નાગાલેંડમાં બેઠેલું કોઈ બાળક હશે; તે કેરળના કોઈ બાળકની કથા સાંભળશે તો તેને થશે, અચ્છા! આપણા દેશના બાળકો આવું કરી રહ્યા છે? તે પોતાનામાં જ અનેકગણો તેનો પ્રભાવ ઉત્પન્ન થાય છે, તેના તરંગો ચાલતા રહેતા હોય છે. તરંગો સતત નીચે પ્રભાવિત કરતા રહે છે અને એટલા માટે આ વસ્તુઓની તરફ, આ ઘટનાઓને ક્યારેય ઓછી ના આંકવી જોઈએ, તેનું પોતાનું એક મહત્વ છે. પરંતુ ક્યારેક ક્યારેક શું થાય છે, જ્યારે નામ થઇ જાય, છાપાઓમાં ફોટા છપાઈ જાય તો પછી આપણે પણ જમીનથી બે ત્રણ ફૂટ ઉપર ચાલવા લાગીએ છીએ ને, પછી પગ જમીન પર નથી પડતા, એવું થઇ જાય છે ને? પછી ઘરમાં પણ- જુઓ, મને કોઈ કામ ના બતાવશો, હું નેશનલ એવોર્ડ લઇને આવ્યો છું, એવું થાય છે ને? તો શું આવું કરશો તમે લોકો? પગ જમીન પર રાખશો ને?
મોટાભાગના લોકોના જીવનમાં બે પડાવ આવતા હોય છે- એક સહજ ભાવથી સારું કર્યા કરે છે અને જ્યારે ક્યાંક ખ્યાતી મળી જાય છે, પછી જાણ્યે અજાણ્યે હવા ભરાઈ જાય છે અને પછી તે એવી જ ધૂનમાં રહે છે આગળ કંઈ નવું નથી કરી શકતો. તેને લાગે છે બસ થઇ ગયું, ફોટા છપાઈ ગયા, દિલ્હી જઈ આવ્યો, રાષ્ટ્રપતિ ભવન જઈ આવ્યો, હવે શું છે. જિંદગીમાં બસ બધું થઇ ગયું છે. જિંદગી આટલી નાની નથી.
બીજા એવા લોકો હોય છે- જો કંઇક કર્યું, ક્યાંક ખ્યાતી મળી તો તેને જ તેઓ પોતાની પ્રેરણા બનાવી લે છે, તેને જ પોતાની પ્રતિજ્ઞા બનાવી લે છે, તેમાંથી જ પુરુષાર્થ કરવાના રસ્તા શોધતા રહે છે અને તે નવી નવી વસ્તુઓને હાંસલ કરવા માટે રોકાતા નથી, થાકતા નથી.
હું ઈચ્છીશ કે તમે ક્યારેય પણ પોતાના જીવનમાં પેલી બીજા પ્રકારની આદતોને ઘુસવા જ ના દેતા. અત્યારે જે થયું છે તે કંઈ જ નથી, એવું જ સમજીને જાવ. સારું છે, હજુ તો મારે ઘણુ બધું કરવાનું છે, દેશને ઘણું બધું આપવાનું છે, પોતાની જાતને દરેક રીતે તૈયાર કરવાની છે. આ જુસ્સો લઇને જો જઈએ છીએ તો તમે જોશો, તમને આ અવસરનો બહુ મોટો આનંદ મળશે, તેમાંથી કંઇક નવું શીખવા માટે મળશે. તો તમે કહો પહેલા રસ્તા પર જશો કે બીજા? તમારા હાથ ઉપર કરો, કેટલા લોકો છે જે પહેલા રસ્તા પર જશે? સારું એ કહો, જે બીજા રસ્તા પર જશે,તેઓ કોણ કોણ છે? તેનો અર્થ તમે મારી વાત સમજ્યા નહી? હું એમ કહી રહ્યો હતો કે એક રસ્તો તે હોય છે જે પહેલો રસ્તો કે જેમાં આને તમે અંતિમ નથી માનતા, તેને તમે શરૂઆત માનો છો. તમારા પગ જમીન પરથી ઉખડી નથી જતા, તમે હવામાં ઉડવા નથી લગતા અને કંઇક વધારે કરવાનો સંકલ્પ કરો છો, તે પહેલો રસ્તો છે. બીજો- યાર, બહુ થઇ ગયું, હવે ફોટો છપાઈ ગયો, ટીવીમાં આવી ગયા, હવે શું કરવાનું છે, સૂઈ જાઓ. તો બોલો કે પહેલો રસ્તો છે કે બીજો? પાક્કું, જુઓ પહેલા ભૂલ થઇ ગઈ હતી ને?
સારું, હું તમને કેટલાક સવાલ પુછુ છું. તમારામાંથી કોણ એવા લોકો છે જેમને દિવસમાં ચાર વખત પરસેવો આવે છે, ભરપુર પરસેવો આવે છે, આખું શરીર પરસેવા પરસેવાવાળું થઇ જાય છે, જાણે કોઈ પણ ઋતુ હોય, ઠંડી હોય, ગરમી હોય. જેને ચાર વખત દિવસમાં પૂરો પરસેવો નીકળે છે, કઈ રીતે નીકળે છે, તડકામાં ઉભા રહો છો? સવારની કસરતમાં? બીજું કોઈ? જુઓ એક પણ બાળક એવું ના હોવું જોઈએ, તમારા મિત્રોને પણ જઈને કહો કે જેને દિવસમાં ચાર વખત પરસેવો ના આવે, એવું એક પણ બાળક ના હોવું જોઈએ. મને એક વખત કોઈએ ઘણા વર્ષો પહેલા કોઈએ પૂછ્યું હતું કે તમારા ચહેરા પર આટલું તેજ કેમ છે તો મેં બહુ સરળ જવાબ આપ્યો હતો- મેં કહ્યું મારા શરીરમાં એટલો પરસેવો નીકળે છે, મહેનત કરું છું અને હું તે પરસેવા વડે જ માલીશ કરું છું, એટલા માટે ચમકી જાય છે. સારું, તમારામાંથી કેટલા લોકો છે જેઓ પાણી પીવે છે તો ઉભા ઉભા પીવે છે, બેસીને નથી પીતા? એવા કેટલા લોકો છે? જુઓ, પાણી જ્યારે પીએ છીએ તો બેસીને જ પીવો. નાની વસ્તુ છે પરંતુ તમને જઈને તેનું શાસ્ત્ર કોઈ સમજાવશે, હું તે ચક્કરમાં નથી પડી રહ્યો. કરશો આવું?
સારું તમારામાંથી કેટલા લોકો છે જેઓ પાણીને દવાની જેમ પીવે છે? કેટલાક લોકો હશે જેઓ પાણીને જ્યુસની જેમ પીતા હશે, પાણીનો પણ આનંદ લેતા હશે. કેટલાક લોકો હોતા હશે એવા દવાની જેમ… તમારામાંથી કેટલા છે જેઓ પાણીને પાણીની મજા લે છે, પાણીનો સ્વાદ ચાખો છો? મજા માણો છો? તમે પ્રયાસ કરો પાણીનો સ્વાદ હોય છે, તે શરીરને બહુ ફાયદો કરે છે, તમે તેની મજા માણો. દવાની જેમ આમ જ પાણી પી લીધું એવું ના કરશો, કરશો? તમે કહેશો- એવો શું ફાયદો, માં તો કહે છે ભણવા બેસો, હું પાંચ મિનીટ સુધી પાણી જ પી રહ્યો છું, તો ઝઘડો થઇ જશે ને. ક્યારેક ક્યારેક માં દૂધ લઇને આવે છે, માંને કામ છે, ટીવી સીરીયલ ચાલુ છે તો માં કહે છે, ચલ જલ્દી દૂધ પી લે અને તમે તે દૂધને પણ દવાની જેમ પી જાવ છો, કારણ કે માંને સીરીયલ જોવી છે. એવું થાય છે ને? કઈ સીરીયલ- સાસ ભી કભી બહુ થી?
નાની નાની વસ્તુઓ હોય છે, આપણે બાળપણમાં જે આદતો પાડી હોય છે તો જીવનભર કામમાં આવે છે અને મનમાં તે એકદમથી ફીટ થઇને બેસી જાય છે. તમને ખબર છે દેશમાં એક અભિયાન ચાલી રહ્યું છે, ‘ફીટ ઇન્ડિયા’, ખબર છે? કેટલાને ખબર છે? તો ફીટ ઇન્ડિયાની માટે ટેઈલરની પાસે કોણ જાય છે, તો શું કરે છે ફીટ ઇન્ડિયાની માટે કોઈ કહેશે? ના, શું કરો છો? કસરત કહેવાથી કંઈ થોડું થઇ જાય છે, કોઈ કહેશે હું સૂર્ય નમસ્કાર કરું છું, કોઈ કહે છે હું સાયકલીંગ કરું છું, કોઈ કહે છે હું સ્વીમીંગ કરું છું.. શું કરો છો? સારું તમારામાંથી કેટલા લોકો છે જેઓ ફટાફટ ઝાડ પર ચડી જાય છે, પછી નીચે ઉતરી જાય છે? ઘરના લોકોને બૂમો પાડવી પડે છે, અરે નીચે ઉતરો, નીચે ઉતરો- એવા કેટલા લોકો છે?
જુઓ સાહસ- આ આપણા સ્વભાવમાં હોવું જોઈએ. અહિયાં પગ મૂકીશ તો પડી જઈશ, તો આ કરીશ તો- આવી જિંદગી ના હોવી જોઈએ. સાહસ વિના જીવન સંભવ જ નથી. તમે નાની નાની વસ્તુઓનું સાહસ કરવાની આદત પાડશો તો આગળ જઈને તે પણ બહુ કામમાં આવશે. અને તમારા જેવા લોકો જ્યારે કરશે ને, તો બાકી 50 લોકો જોશે- અરે જુઓ, આ પણ કરે છે. આટલો એવોર્ડ લઇને આવ્યો છે, તેમ છતાં આટલી મહેનત કરે છે. આટલું માન સન્માન લઇને આવ્યો છે તો પણ જુઓ આ કામ કરી રહ્યો છે. તો શું થશે- ઘણા બધાને પ્રેરણા મળશે. કરશો? પાક્કું કરશો? તો પરમદિવસે 26 જાન્યુઆરીની તૈયારી? તો શીખવાડવામાં આવ્યું હશે, આમ આમ કરો? જમણા હાથેથી કરવાનું છે કે ડાબા હાથેથી કરવાનું? એ નહિ કહ્યું હોય. જે બાજુ લોકો હશે, તે બાજુ કરવાનું છે. અરે આપણે હોઈશું તો પાંચ મીટર, દસ મીટર સુધી જ હોઈશું બાકી તો બહુ ભીડ હોય છે.
ચલો મને બહુ સારું લાગ્યું તમે લોકો એન્જોય કરો અને દિલ્હીમાં ઘણું બધું જુઓ. જુદી જુદી જગ્યાઓ પર જાવ. લાલ કિલ્લામાં તમને ખબર હશે, નેતાજી સુભાષ બાબુને લઇને, ક્રાંતિકારીઓને લઇને બહુ સરસ મ્યુઝિયમ બન્યું છે. તમે લોકો જોશો? જોઈને આવ્યા, લઇ જવાના છો? સારું વોર મેમોરીયલ જોયું છે? નથી જોયું. જુઓ, વોર મેમોરીયલ જોવા પણ જવું જોઈએ. અને પોતાના રાજ્યનો કોઈ એકાદ પણ જે વીર શહીદ થયો હશે, તેનું નામ વાંચીને, લખીને લઇ જજો, તમારા ઘર પર. જો મોબાઇલ ફોન છે તો તેનો ફોટો ખેંચીને લઇ જજો. જુઓ, કર્ણાટકના આ વીર શહીદનું નામ છે, તેનો ફોટો પાડીને લઇ જવો જોઈએ. કોઈને દેખાડવો જોઈએ- જુઓ, અમારા કર્ણાટકના વીર શહીદનું નામ ત્યાં વોર મેમોરીયલમાં છે. દરેકે પોત-પોતાના રાજ્યને શોધવું જોઈએ. એમ જ જોઈને ના આવી જવું જોઈએ તે જે નામો લખ્યા છે ને તેમની ઉપર તમને ગર્વ થવો જોઈએ. અહિયાં એક પોલીસ મેમોરીયલ પણ બન્યું છે, જોવા જશો? તમને ખબર છે આ દેશમાં 33 હજારથી વધુ પોલીસ, ક્યારેક ક્યારેક લોકો પોલીસને નફરત કરે છે ને? પોલીસવાળા કહે છે, ચાલો આ બાજુ જાઓ, સાયકલ અહિયાં ના રાખો, બહુ ગુસ્સો આવે છે ને? 33 હજાર પોલીસ દેશના નાગરિકોની રક્ષા માટે શહીદ થયા છે આઝાદી પછી. આંકડો બહુ મોટો છે, 33 હજાર. તે પોલીસ પ્રત્યે આદરનો, ગૌરવનો ભાવ બનવો જોઈએ, જુઓ સમાજ જીવનમાં એક બદલાવ શરુ થઇ જશે. પોલીસ મેમોરીયલ જોશો ને તો તમને લાગશે કે આ આટલું કામ થતું રહ્યું, આ લોકો કઈ રીતે કરતા રહ્યા. કરશો ને? પાક્કું કરશો?
ચાલો ખૂબ ખૂબ આભાર. તમને ખૂબ ખૂબ શુભકામનાઓ!
SD/RP/DS
थोड़ी देर पहले आप सभी का परिचय जब हो रहा था, तो मैं सच में हैरान था। इतनी कम आयु में जिस प्रकार आप सभी ने अलग-अलग क्षेत्रों में जो प्रयास किए, जो काम किया है, वो अदभुत है: PM @narendramodi pic.twitter.com/L0PE4XYiGv
— PMO India (@PMOIndia) January 24, 2020
आप अपने समाज के प्रति, राष्ट्र के प्रति अपनी ड्यूटी के लिए जिस प्रकार से जागरूक हैं, ये देखकर गर्व होता है: PM @narendramodi pic.twitter.com/USU0Wo2Y5N
— PMO India (@PMOIndia) January 24, 2020
मैं आप सभी युवा साथियों के ऐसे साहसिक काम के बारे में जब भी सुनता हूं, आपसे बातचीत करता हूं, तो मुझे भी प्रेरणा मिलती है, ऊर्जा मिलती है: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 24, 2020