Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી રિયો ઓલિમ્પિક્સ માટેની ભારતીય ટીમને મળ્યા

પ્રધાનમંત્રી રિયો ઓલિમ્પિક્સ માટેની ભારતીય ટીમને મળ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે 60 રમતવીરોને મળ્યા હતા, જેઓ રિયો ઓલિમ્પિક રમતોત્સવની વિવિધ રમતોમાં ભારતીય ઉપખંડનું પ્રતિનિધિત્વ કરશે.

પ્રધાનમંત્રીએ રમતવીરો સાથે અનૌપચારિક વાતચીત કરી હતી તેમજ તેઓ દરેક રમતવીરને વ્યક્તિગત રીતે મળ્યા હતા. તેમણે રમતવીરોને વિશ્વના સૌથી મોટા રમતોત્સવમાં પોતાની શ્રેષ્ઠ ક્ષમતાનું પ્રદર્શન કરવા પ્રોત્સાહન આપ્યું હતું.

આ મિલન સમારંભમાં એમસી મેરી કોમ, અંજુ બોબી જ્યોર્જ અને પી ગોપીચંદ સહિત ઓલિમ્પિકના કેટલાક ભૂતપૂર્વ રમતવીરો હાજર હતા.

રિયો ઓલિમ્પિક્સ માટે રમતના 13 જુદા જુદા ક્ષેત્રોમાંથી 100થી વધારે ભારતીય રમતવીરો ક્વોલિફાય થયા છે.

આ પ્રસંગે યુવાનો સાથે સંબંધિત બાબતો અને રમતગમત મંત્રાલયના રાજ્ય કક્ષાના કેન્દ્રીય પ્રધાન ડો. જિતેન્દ્ર સિંહ પણ હાજર હતા

AP/J.Khunt/GP