પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ગુરુવારે વોશિંગ્ટન ડીસીમાં લેઝર ઈન્ટરફેરોમીટર ગ્રેવિટેશનલ વેવ ઓબ્ઝર્વેટરી (લિગો)ના વૈજ્ઞાનિકોની ટુકડીને મળ્યા હતા. આ ટુકડીની અધ્યક્ષતા નેશનલ સાયન્સ ફાઉન્ડેશનના ડાયરેક્ટર ડૉ. ફ્રાન્સ કોર્ડોવા કરી રહ્યા હતા અને ટુકડીમાં લિગો પ્રોજેક્ટ પર કામ કરનારા ત્રણ યુવાન ભારતીય વૈજ્ઞાનિકો પણ સામેલ હતા.
ડૉ. કોર્ડોવાએ લિગો પ્રોજેક્ટ માટે ભારત શા માટે અત્યંત મહત્ત્વનો દેશ હોવાનું વિગતવાર જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ લિગો પ્રોજેક્ટને ભારત અને અમેરિકા વચ્ચે વિજ્ઞાન ક્ષેત્રના સહયોગને મહત્ત્વના ઉદાહરણ તરીકે ગણાવ્યો હતો અને કહ્યું હતું કે આ પ્રોજેક્ટની સફળતા ભારતીય વૈજ્ઞાનિકોની સમગ્ર યુવા પેઢીને પ્રેરણા પૂરી પાડશે. તેમણે લિગો પ્રોજેક્ટનો હિસ્સો હોય તેવા ભારતીય વૈજ્ઞાનિકોને ભારતીય વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવાનો અને જેટલી પણ શક્ય હોય તેટલી ભારતીય યુનિવર્સિટીઓની મુલાકાત લેવાનો અનુરોધ કર્યો હતો.
નવી દિલ્હીમાં ઈન્સ્ટીટ્યુટ ઑફ પ્લાઝ્મા રિસર્ચના લિગો પ્રોજેક્ટ પર જ કામ કરી રહેલા વૈજ્ઞાનિકો સાથેની પ્રધાનમંત્રીની મુલાકાત બાદ બે જ દિવસમાં વોશિંગ્ટન ડીસી ખાતે પ્રધાનમંત્રીની લિગોના વૈજ્ઞાનિકો સાથેની મુલાકાત યોજાઈ હતી.
પ્રધાનમંત્રીએ ભારતમાં લેઝર ઈન્ટરફેરોમીટર ગ્રેવિશનલ વેવ ઓબ્ઝર્વેટરી (લિગો)ની સ્થાપના અંગેના સમજૂતી કરારની આપ-લે પ્રસંગે પણ હાજરી આપી હતી. આ સમજૂતી પર એ જ દિવસે અગાઉ યુએસ નેશનલ સાયન્સ ફાઉન્ડેશનના ડાયરેક્ટર ડૉ. ફ્રાન્સ કોર્ડોવા તેમજ ભારતના એટોમિક એનર્જી વિભાગના સચિવ ડૉ. શેખર બાસુ વચ્ચે હસ્તાક્ષર થયા હતા.
SP/AP/J.Khunt
Insightful interaction with scientists from LIGO, including 3 young Indian scientists who worked on LIGO project. pic.twitter.com/dlEUjZzrc4
— Narendra Modi (@narendramodi) March 31, 2016
LIGO project is a great example of India-USA ties & will surely inspire several young science enthusiasts in India. https://t.co/hdoiykgtWy
— Narendra Modi (@narendramodi) March 31, 2016