Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી વડોદરામાં

પ્રધાનમંત્રી વડોદરામાંપ્રધાનમંત્રી વડોદરામાં


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વડોદરા એરપોર્ટ પર ઇન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું હતું.

આ પ્રસંગે બોલતા તેમણે અર્થતંત્ર માટે એર કનેક્ટિવિટીનું મહત્ત્વ પ્રદર્શિત કર્યું હતું, ખાસ કરીને પ્રવાસન ક્ષેત્રના મહત્વ વિષે વટ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે ઉડ્ડયન નીતિ જાહેર કરી હતી, જેમાં આ ક્ષેત્રના ભવિષ્યની દિશા અને વૃદ્ધિનો માર્ગ પ્રશસ્ત કરવામાં આવ્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વડોદરા એરપોર્ટ હવે દેશમાં કોચી પછી બીજું ઇકો-ફ્રેન્ડલી એરપોર્ટ બની ગયું છે.

દિવ્યાંગજનોને સહાયક ઉપકરણોનું વિતરણ કર્યા પછી પ્રધાનમંત્રીએ માળખાગત સુવિધા ઊભી કરતી વખતે દિવ્યાંગજનોનો ખ્યાલ રાખવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર તેની યોજનાઓ અને પહેલોનો લાભ ઇચ્છિત લાભાર્થીઓ સુધી પહોંચે તેવી સુનિશ્ચિત કરવાની સર્વોચ્ચ પ્રાથમિકતા ધરાવે છે. તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારની કામગીરીના કેન્દ્રમાં દલિતો અને વંચિતો માટેની પહેલો છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વિકાસ તમામ સમસ્યાઓનું સમાધાન છે, પછી તે ગરીબી હોય, નિરક્ષરતા હોય કે હેલ્થકેર સાથે સંબંધિત હોય.

J.Khunt/GP