Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી વારાણસીમાં

પ્રધાનમંત્રી વારાણસીમાં

પ્રધાનમંત્રી વારાણસીમાં

પ્રધાનમંત્રી વારાણસીમાં

પ્રધાનમંત્રી વારાણસીમાં

પ્રધાનમંત્રી વારાણસીમાં

પ્રધાનમંત્રી વારાણસીમાં


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીથી સંકલિત પાવર વૃદ્ધિ યોજના (આઇપીડીએસ)નો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે આ ઉપરાંત રોડ અને પાવર પ્રોજેક્ટ્સ માટે ખાતમુહુર્ત તથા દેશને (અંતરિયાળ વિસ્તાર) બનારસ હિન્દુ યુનિવર્સીટીમાં ટ્રોમા સેન્ટર પણ અર્પણ કર્યું હતું. તેમણે રામનગર પોસ્ટ ઓફિસ ખાતે પેસેન્જર રિઝર્વેશન સુવિધા (અંતરિયાળ વિસ્તાર)નું ઉદ્ધાટન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ ટિપ્પણીમાં જણાવ્યું હતું કે વારાણસી શહેર અગાઉ સમગ્ર ભારત દેશને જ્ઞાનનો પ્રકાશ આપતું હતું અને હવે તે દેશને ઉર્જા પ્રકાશ આપશે જેમ આઇપીડીએસનો વારાણસી ખાતેથી રાષ્ટ્રવ્યાપી રીતે પ્રારંભ થઇ રહ્યો છે. તેમણે આજના પ્રસંગે રોડ, ઉર્જા, આરોગ્ય યોજનાઓ વગેરે વિશે વાત કરી હતી, જે તમામ વિકાસના પાયા છે અને તે તિર્થયાત્રીઓ તથા પ્રવાસીઓને વિશેષ સુવિધા આપશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે વારાણસી ખાતેના પ્રાચીન વિજળી નેટવર્કને આઇપીડીએસ દ્વારા સદંતર નવી રીતે સ્થાપવામાં આવશે. જોકે શહેરની વિરાસત જળવાઇ રહેશે. તેમણે જણાવ્યું હતું કે સમગ્ર ભારત દેશમાં આ મુદ્દો આઇપીડીએસની મદદથી હલ થઇ શકે તેમ છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે 2022માં દેશ જ્યારે આઝાદીના 75 વર્ષની ઉજવણી કરશે ત્યારે સ્વાતંત્ર્ય સેનાનીઓને તેમના સપનાનો દેશ આપવો જોઇએ. તેમનું ભારત દેશ માટેનું એક ધ્યેય તમામને દરેક સમયે, સમગ્ર દેશમાં વિજળી આપવાનું છે. તેમણે વારાણસીની જનતાને આ ધ્યેય માટે આશિર્વાદ આપવા જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ વારાણસીની જનતાને, મહિલાઓ સહિત તમામને સ્વચ્છ ભારત અભિયાનમાં જોડાવવા જણાવ્યું હતું. જે શહેરના ઘાટ પર શરૂ કરવામાં આવી હતી.

ઉત્તર પ્રદેશમાં હાલમાં ચાલી રહેલા શિક્ષક મિત્રોના મુદ્દા અંગે વાત કરતાં પ્રધાનમંત્રીએ તેમને હિંમત રાખવા જણાવ્યું હતું હતું. આ અંગે તેમણે ઉમેર્યું હતું કે એક વખત કોર્ટનો આદેશ આવી જાય પછી તે જાતે જ સાંસદ તરીકે ઉત્તર પ્રદેશની સરકાર સાથે અા મુદ્દાની ચર્ચા કરશે.

વડાપ્રધાને જણાવ્યું હતું કે પલ્બિક સેક્ટર અને પ્રાઇવેટ સેક્ટરની જેમ, પર્સનલ સેક્ટર કે જેના નાના અને મધ્યમ સાહસિકો પણ આર્થિક વૃદ્ધિ અને વિકાસના મહત્વનો ભાગ ભજવે છે અને એટલા માટે જ તેઓ મુદ્રા બેન્ક તથા સ્કીલ ડેવલપમેન્ટ જેવી પહેલો પર ભાર મુકી રહ્યા છે.

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રી રામ નાઇક અને કેન્દ્રીય ઉર્જા મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી પીયુષ ગોયલ આ પ્રસંગે હાજર રહ્યા હતા.

AP/J.Khunt