Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્ટાર્ટ-અપ ઈન્ડિયા અભિયાનનો શુભારંભ કર્યો, સ્ટાર્ટ અપને પ્રોત્સાહન આપવા માટે કાર્યયોજનાની જાહેરાત

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્ટાર્ટ-અપ ઈન્ડિયા અભિયાનનો શુભારંભ કર્યો, સ્ટાર્ટ અપને પ્રોત્સાહન આપવા માટે કાર્યયોજનાની જાહેરાત

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્ટાર્ટ-અપ ઈન્ડિયા અભિયાનનો શુભારંભ કર્યો, સ્ટાર્ટ અપને પ્રોત્સાહન આપવા માટે કાર્યયોજનાની જાહેરાત


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શનિવારે નવી દિલ્હીમાં સ્ટાર્ટ-અપ ઈન્ડિયા અભિયાનનો શુભારંભ કર્યો. અભિયાનના શુભારંભ પહેલા સાહસિકતાના વિભિન્ન પાસાઓ પર એક દિવસીય કાર્યશાળાનું આયોજન કર્યું હતું.

આ આવસર પર પ્રધાનમંત્રી શ્રી મોદીએ વર્ચુઅલ પ્રદર્શનીની મુલાકાત લીધી અને સ્ટાર્ટ-અપ સાહસીકો સાથે સંવાદ કર્યા. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધન પહેલા 10 શાનદાર સ્ટાર્ટ-અપ ઈનોવેટર્સે પોતાના વિચાર વ્યક્ત કર્યા. તેમણે કહ્યું કે જ્યારે તેમણે 15 ઓગષ્ટના રોજ સ્ટાર્ટ-અપ ઈન્ડિયા અભિયાન લોન્ચ કર્યું હતું, તો આ જાહેરાત પર વધારે ધ્યાન ન અપાયું પરંતુ આજે મોટી સંખ્યામાં લોકો આને સમર્થન આપી રહ્યા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે સામાન્ય રીતે સફળ સ્ટાર્ટ-અપ એ લોકો દ્વારા બનાવાય છે, જે ખાસ વિચારો પર કાર્ય કરે છે અથવા લોકોના સામે આવી રહેલી સમસ્યાઓને નિકાલ કરવાની વાત કરે છે. તેમણે કહ્યું કે પૈસા કમાવવા તેમનો પ્રાથમિક ઉદ્દેશ નથી, પરંતુ ઘણી વખત તેમના દ્વારા ઉત્પાદન થાય છે. તેમણે કહ્યું કે સ્ટાર્ટ-અપ સંશોધકો ઘણી વખત બીજાના પ્રત્યે સહાનુભૂતિની ભાવનાથી આગળ વધે છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ ઈચ્છે કે, ભારતના યુવાનો નોકરી શોધવાની જગ્યાએ રોજગાર ઉત્પન્ન કરવાવાળા બને. તેમણે કહ્યું કે જો એક સ્ટાર્ટ-અપ માત્ર 5 લોકોને પણ રોજગાર આપે, તો આ પણ એક રાષ્ટ્રની મોટી સેવા હશે. તેમણે એ પણ કહ્યું કે યુવા સંશોધકોએ પાક નુકસાન અને સાયબર સુરક્ષા પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ.

પ્રધાનમંત્રી સ્ટાર્ટ-અપ કાર્ય યોજનાની મુખ્ય વાતો પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું કે સ્ટાર્ટ-અપને નાણા ફાળવણી માટે એક 10,000 કરોડ રૂપિયાની સ્ટાર્ટ-અપ ફંડ બનાવાશે.

તેમણે કહ્યું કે સ્ટાર્ટ-અપના પહેલા ત્રણ વર્ષ સુધીના લાભ પર ઈન્કમટેક્ષની ચૂકવણી પર છૂટ અપાશે. તેમણે કહ્યું કે સરકાર સ્ટાર્ટ-અપ્સ માટે એક સરળ નિકાસી નીતિ પર કાર્ય કરી રહી છે. તેમણે એ પણ કહ્યું કે સરકાર સ્ટાર્ટ-અપ પેટન્ટ આવેદનોની ફાસ્ટ-ટ્રેકિંગ પર કાર્ય કરી રહી છે.

તેમણે સ્ટાર્ટ-અપ વ્યવસાય માટે પેટન્ટ શુલ્કમાં 80 ટકા સુધીની છૂટની જાહેરાત કરી અને કહ્યું કે સ્ટાર્ટ-અપ માટે 9 શ્રમ અને પર્યાવરણ કાયદા માટે એક સ્વ-પ્રમાણન આધારિત અનુપાલન વ્યવસ્થા રજૂ કરાશે. તેમણે કહ્યું કે નવાચારને પ્રોત્સાહન આપવા માટે ઝડપથી અટલ ઈનોવેશન મિશન રજૂ કરવામાં આવશે.

UM/AP/J.KHUNT/GP