Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગ્રામીણ વિદ્યુતીકરણના ક્ષેત્રે હાંસલ કરેલી ઉપલબ્ધિઓની પ્રશંસા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગ્રામીણ વિદ્યુતીકરણના ક્ષેત્રે હાંસલ કરેલી સિદ્ધિઓની પ્રશંસા કરી છે. ટ્વિટરની સીરીઝમાં તેમણે જણાવ્યું કે ટીમ ઈન્ડિયાએ માત્ર છ મહિનામાં 5000થી વધુ ગામડાંનું વિદ્યુતીકરણ કરીને ઘણું સારું કામ કર્યું છે.

ગયા વર્ષે લાલ કિલ્લા પરથી મેં તમામ બાકી રહેલાં ગામડાં (18452 ગામો)નું 1000 દિવસોમાં વિદ્યુતીકરણ કરવાનું આહ્વાન કર્યું હતું. મને એ વાત જણાવતાં આનંદ થાય છે કે ટીમ ઈન્ડિયાએ આ દિશામાં ઘણું સારું કામ કર્યું છે. માત્ર છ મહિનામાં એટલે કે લગભગ 200 દિવસોમાં જ આપણે 5000 ગામોના વીજળીકરણનું લક્ષ્ય પાર કરી લીધું છે. 5279 ગામડાંનું અગાઉથી જ વીજળીકરણ થયેલું છે. વીજ મંત્રાલયે બિહાર, ઉત્તર પ્રદેશ, ઓડિશા, આસામ અને ઝારખંડમાં ઉત્કૃષ્ટ કામ કર્યું છે.

વીજ મંત્રાલયે ગ્રામીણ વિદ્યુતીકરણ અંગે છેલ્લામાં છેલ્લી માહિતી જાહેર કરી છે. તેમનું ડેશબોર્ડ http://www.garv.gov.in જોવાલાયક છે.

AP/J.Khunt