Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2 એપ્રિલ, 2016ના રોજ રીયાધ, સાઉદી અરેબિયામાં ભારતીય સમુદાયને કરેલ સંબોધનનો મૂળપાઠ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2 એપ્રિલ, 2016ના રોજ રીયાધ, સાઉદી અરેબિયામાં ભારતીય સમુદાયને કરેલ સંબોધનનો મૂળપાઠ


મારા પ્યારા દેશવાસિયો હું બે દિવસ માટે સાઉદી અરેબિયાની યાત્રા પર આવ્યો છું. આજે ભારત જે પ્રકારથી આર્થિક પ્રગતિ કરી રહ્યું છે, વિશ્વનું ધ્યાન આજે ભારતની તરફ છે. સવા સો કરોડ લોકોનો દેશ દુનિયાને ઘણું બધુ આપી શકે છે અને દુનિયા માટે ઘણું બધુ કરી શકે છે. અને આખા વિશ્વમાં એક આશા બંધાઈ છે કે લોકતાંત્રિક મૂલ્યોની સાથે સૌનો સાથ સૌનો વિકાસ આ મંત્રને લઈને ભારત જે પ્રયત્ન કરી રહ્યું છે એમાં માનવીય મૂલ્યોમાં વિશ્વાસ કરનારી આખી દુનિયા માટે એક નવો વિશ્વાસ, નવી આશા સહજ છે, ખૂબ ઓછા સમયમાં ભારતે વિશ્વમાં ફરી એકવાર એક નવી આશાને જન્મ આપ્યો છે. નહીંતર આ સમયે તો અમે પણ અનેક દેશોમાંથી એક દેશ હતા, આજે ભારત એક મહત્વપૂર્ણ દેશ છે, આ રૂપમાં આ દુનિયા ભારતને સ્વીકાર કરે છે. અને એનુ કારણ એક તો હિન્દુસ્તાનમાં રાજકીય સ્થિરતા, લગભગ 30 વર્ષ પછી એક પૂર્ણ બહુમતવાળી સરકાર બની છે. આખુ વિશ્વ આજે આર્થિક સંકટથી પસાર થઈ રહ્યું છે અને દુનિયાના આઈએમએફ, વર્લ્ડ બેંક અને ક્રેડીટ રેટીંગ એજન્સીઓ દરેક એ કહી રહી છે કે ભારતને આર્થિક જગતના એક આશા ભરેલા કિરણના રૂપમાં લોકો જોઈ રહ્યુ છે. કેટલાક લોકો તેને ચમકતા તારાના રૂપમાં પણ જોઈ રહ્યા છે. અને આ યોગ્ય સ્થિતિ છે કે ભારતે આ વિપરીત પરિસ્થિતિઓમાં પણ વિકાસની સ્થિતિઓને વધુ મજબૂત કરી છે.

ભારતની ત્રીજી સૌથી મોટી તાકાત છે 8,000 મીલીયન, 35 થી ઓછી ઉંમરના યુવાનો, આખા વિશ્વમાં એક એવા કર્મચારીઓની જરૂરીયાત હશે જેઓ પ્રતિભાશાળી હોય, આધુનિક ટેકનોલોજીથી સજ્જ હોય, ભારત એ દિશામાં ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. ભારતનું કૃષિ ક્ષેત્ર હોય, ભારતનું ઔદ્યોગિક ક્ષેત્ર હોય, ભારતનું સેવા ક્ષેત્ર હોય, ત્રણેમાં ભારત આ દિવસોમાં ખૂબ મજબૂતાઈની સાથે પોતાના ડગ માંડી આગળ વધી રહ્યું છે.

આપ સૌને મને મળવાનો અવસર મળ્યો, મારી આપ સૌને ખુબ-ખુબ શુભકામનાઓ. ધન્યવાદ.

J.Khunt/GP