પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતની સુપ્રસિદ્ધ લોકગાયિકા દિવાળીબેન ભીલના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ તેમના સંદેશામાં જણાવ્યું છે કે, “ગુજરાતની લોકગાયિકા દિવાળીબેન ભીલના અવસાનની જાણ થતા મને ઉંડુ દુ:ખ પહોંચ્યું છે. સાંસ્કૃતિક જગતમાં દિવાળીબેનનું યોગદાન અવિસ્મરણીય છે. પ્રભુ તેમના આત્માને શાંતિ આપે.”
AP/J.Khunt
Sad to know of passing away of well known Gujarati folk singer Diwaliben Bhil. Her contribution to the cultural sphere is monumental. RIP.
— Narendra Modi (@narendramodi) May 19, 2016