Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જણાવ્યું કે વિધાનસભાઓમાં મહિલાઓ માટે અનામત એ સમયની જરૂરિયાત છે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે, ભારતીય લોકશાહીને વધુ જીવંત અને સહભાગી બનાવવા માટે, વિધાનસભાઓમાં મહિલાઓ માટે અનામત એ સમયની જરૂરિયાત છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટિપ્પણી કરી હતી કે આ અનામતના અમલીકરણમાં કોઈપણ વિલંબ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ હશે. તેમણે તાજેતરમાં પ્રકાશિત થયેલા એક લેખ દ્વારા આ વિષય પર તેમના વિગતવાર વિચારો અને દ્રષ્ટિકોણ શેર કર્યા.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“વિધાનસભાઓમાં મહિલાઓ માટે અનામત એ સમયની જરૂરિયાત છે! તે આપણા લોકશાહીને વધુ જીવંત અને સહભાગી બનાવશે. આ અનામતના અમલીકરણમાં કોઈપણ વિલંબ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ હશે. મેં આ લેખમાં આ અંગે મારા વિચારો શેર કર્યા છે.”

 

SM/BS/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com