Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નિઃસ્વાર્થ સેવા અને કરુણાની ભાવનાને ઉજાગર કરતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, નિઃસ્વાર્થ ભાવે કરવામાં આવેલું કાર્ય માનવતાનું સાચું સ્વરૂપ છે. તેમણે નોંધ્યું હતું કે આવા કાર્યો માત્ર આંતરિક સુખ જ નથી લાવતા પરંતુ સમાજના કલ્યાણમાં પણ યોગદાન આપે છે.

પ્રધાનમંત્રીએ એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું-

अद्रोहः सर्वभूतेषु कर्मणा मनसा गिरा

अनुग्रहश्च दानं शीलमेतत्प्रशस्यते॥”

સુભાષિતનો અર્થ એ છે કે મન, વચન કે કર્મ દ્વારા કોઈપણ જીવ પ્રત્યે દ્વેષ ન રાખવો, તમામ પ્રત્યે કરુણા સાથે વર્તવું અને ઉદારતાથી દાન આપવું – આને સર્વોચ્ચ આચરણ માનવામાં આવે છે.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું;

“સાચી માનવતા નિઃસ્વાર્થ કાર્યમાં રહેલી છે. તે માત્ર આધ્યાત્મિક સુખ જ નહીં પરંતુ સમાજને પણ લાભ આપે છે.”

अद्रोहः सर्वभूतेषु कर्मणा मनसा गिरा

अनुग्रहश्च दानं शीलमेतत्प्रशस्यते॥”

 

SM/BS/GP/JT

`

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com