પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રિમંડળે આજે પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના (પીએમએસએસયૂ) અંતર્ગત ત્રણ નવી અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (એઈમ્સ)ની સ્થાપનાને મંજૂરી આપી દીધી છે. આ સંસ્થાન મહારાષ્ટ્રના નાગપુર, આંધ્રપ્રદેશના મંગલાગિરી તેમજ પશ્ચિમ બંગાળના કલ્યાણીમાં સ્થાપિત કરવામાં આવશે. આમાં 4949 કરોડ રૂપિયાની નાણાકિય અસર થવાનો સમાવેશ થાય છે.
આ નવી એઈમ્સની સ્થાપના રાષ્ટ્રીય મહત્વના સંસ્થાન તરીકે કરાશે જેના દ્વારા ગુણવત્તાપૂર્ણ ચિકિત્સા અને નર્સિંગ શિક્ષા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત સ્થાનીય લોકોને ઉચ્ચ સ્તરીય સ્વાસ્થ્ય સુવિધાઓ પણ પૂરી પડાશે. આ પ્રસ્તાવિક સંસ્થાનોમાં 960 પથારીની ક્ષમતાવાળી હોસ્પિટલ હશે. આ ઉપરાંત અહીં અધ્યાપન બ્લોક, પ્રશાસનિક બ્લોક, આયુષ બ્લોક, ઑડિટોરિયમ નર્સિંગ કોલેજ, રેન બસેરા, હોસ્ટેલ અને નિવાસી સુવિધાઓ પણ હશે.
4949 કરોડ રૂપિયાના કુલ ખર્ચમાંથી આંધ્રપ્રદેશના મંગલાગિરીવાળી એઈમ્સ માટે 1618 કરોડ રૂપિયા, મહારાષ્ટ્રના નાગપુરમાં બનનાર એઈમ્સ માટે 1577 કરોડ રૂપિયા અને પશ્ચિમ બંગાળના કલ્યાણીમાં બનનાર એઈમ્સ માટે 1754 કરોડ રૂપિયા થશે.
આ એઈમ્સની સ્થાપનાથી વ્યાજબી, વિશ્વસનીય અને ગુણવત્તાપૂર્ણ ચિકિત્સા દૂર-સુદૂરના વિસ્તારોમાં રહેનારા લોકો સુધી પહોંચી શકશે. સારી સ્વાસ્થ્ય સેવાઓની બાબતમાં ક્ષેત્રીય અસંતુલન દૂર થશે. આનાથી આ ક્ષેત્રોમાં સારું ચિકિત્સા શિક્ષણ પણ ઉપલબ્ધ થશે અને અહીં હેલ્થકેર વ્યવસાયિકોની અછત પણ દૂર થશે.
આ પરિયોજનાથી આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર (વિદર્ભ) અને પશ્ચિમ બંગાળની વિશાળ જનસંખ્યા અને એની સાથે જોડાયેલા રાજ્યોને પણ ફાયદો થશે.
પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અંતર્ગત 6 નવી એઈમ્સ શરૂ થઈ ચૂકી છે. રાયબરેલીમાં એઈમ્સનું નિર્માણ કાર્ય અત્યારે પ્રગતિ પર છે.
પૃષ્ઠભૂમિઃ
આ મંજૂરી કેન્દ્રિય નાણા મંત્રી દ્વારા 2014-15ના બજેટ ભાષણમાં કરવામાં આવેલ જાહેરાતના સંદર્ભમાં આવામાં આવી છે. બજેટ ભાષણમાં આ સ્થળો પર નવી એઈમ્સ ખોલવાની ઘોષણા કરવામાં આવી હતી. આ ઉપરાંત આનાથી આંધ્રપ્રદેશ પુનર્ગઠન એક્ટ 2014 અંતર્ગત કરવાનું વચન પૂર્ણ થઈ શકશે.
AP/J.Khunt/GP
Cabinet approved setting up of 3 new AllMS at Nagpur in Maharashtra, at Manglagiri in Andhra Pradesh and at Kalyani in West Bengal.
— PMO India (@PMOIndia) October 7, 2015
New AIIMS will be established for providing quality medical education, nursing education and also to provide tertiary healthcare facilities
— PMO India (@PMOIndia) October 7, 2015
People of Andhra Pradesh, Maharashtra (Vidarbha) & West Bengal along with adjoining States and region will be beneficiary of this project.
— PMO India (@PMOIndia) October 7, 2015