પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 2 અને 3 જાન્યુઆરી, 2016ના રોજ કર્ણાટકની યાત્રા કરશે. તેઓ 2 જાન્યુઆરીની બપોરે મૈસૂર પહોંચશે. પ્રધાનમંત્રી અવધૂત દત્ત પીઠમ જશે. તેઓ શ્રી સુત્તૂર મઠના જગતગુરુ ડૉ. શ્રી શિવરાત્રિ રાજેન્દ્ર મહાસ્વામીજીની શતાબ્દી સમારોહમાં પણ ભાગ લેશે.
3 જાન્યુઆરીએ, પ્રધાનમંત્રી મૈસૂર વિશ્વવિદ્યાલયમાં ઈન્ડિયન સાયન્સ કોંગ્રેસના 103માં સત્રનું ઉદ્ઘાટન કરશે. તેઓ તુમકુરમાં નવા હેલીકોપ્ટર વિનિર્માણ એકમની આધારશિલા રાખશે. રવિવારના રોજ પ્રધાનમંત્રી જિગનીમાં યોગ અનુસંધાન અને તેના અનુપ્રયોગોની સીમાઓ પર 21માં આંતરરાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન કરશે.
J.Khunt/GP