Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી 28મી ફેબ્રુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 28 ફેબ્રુઆરી 2026 ના રોજ ગુજરાતની મુલાકાત લેશે. બપોરે 3:45 વાગ્યાની આસપાસ, પ્રધાનમંત્રી સાણંદમાં માઈક્રોન સેમિકન્ડક્ટર ટેકનોલોજી ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડની સેમિકન્ડક્ટર એસેમ્બલી, ટેસ્ટ અને પેકેજિંગ (ATMP) સુવિધાનું ઉદ્ઘાટન કરશે. તેઓ આ પ્રસંગે જનમેદનીને સંબોધિત પણ કરશે.

આ ઉદ્ઘાટન ભારતની સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ યાત્રામાં એક નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે, જેમાં સાણંદ ATMP સુવિધાથી પ્રથમ મેડ–ઇન–ઇન્ડિયા સેમિકન્ડક્ટર મેમરી મોડ્યુલ્સનું વ્યાવસાયિક ઉત્પાદન અને શિપમેન્ટ શરૂ થશે. આ વિકાસ વૈશ્વિક સેમિકન્ડક્ટર વેલ્યુ ચેઇનમાં ભારતની સ્થિતિને મજબૂત કરવા માટે એક મુખ્ય કદમ છે.

આ પ્રોજેક્ટ, જેનું ભૂમિપૂજન સપ્ટેમ્બર 2023 માં થયું હતું, તે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM) હેઠળ મંજૂર કરાયેલ પ્રથમ પ્રસ્તાવ હતો. ₹22,500 કરોડથી વધુના કુલ ખર્ચ સાથે, મંજૂરી મળ્યા પછી તરત જ બાંધકામ શરૂ થયું હતું, જે દેશમાં વ્યૂહાત્મક સેમિકન્ડક્ટર રોકાણોને ઝડપી બનાવવાની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

સાણંદ સુવિધા, એકવાર સંપૂર્ણ રીતે કાર્યરત થઈ ગયા પછી, અંદાજે 500,000 ચોરસ ફૂટ ક્લીનરૂમ સ્પેસ ધરાવશે, જે તેને વિશ્વના સૌથી મોટા રેઝ્ડ–ફ્લોર ક્લીનરૂમ્સમાંના એક બનાવશે. આ સુવિધા વિશ્વભરના ગ્રાહકોને સેવા આપવા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને હાઇ–પરફોર્મન્સ કોમ્પ્યુટીંગમાં ઝડપી પ્રગતિ દ્વારા સંચાલિત મેમરી અને સ્ટોરેજ સોલ્યુશન્સ માટેની વધતી જતી વૈશ્વિક માંગને પહોંચી વળવા માટે તૈયાર કરવામાં આવી છે.

સાણંદ ATMP સુવિધા માઈક્રોનના વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ નેટવર્કમાંથી અદ્યતન ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી (DRAM) અને NAND સેમિકન્ડક્ટર વેફર્સને ફિનિશ્ડ મેમરી અને સ્ટોરેજ ઉત્પાદનોમાં રૂપાંતરિત કરશે, જે વૈશ્વિક બજારોમાં ગ્રાહકોની જરૂરિયાતો પૂરી કરશે.

આ સુવિધાની સ્થાપના અને કાર્યરત થવું એ સેમિકન્ડક્ટર ઉત્પાદન માટે વિશ્વસનીય અને સ્પર્ધાત્મક સ્થળ તરીકે ભારતના ઉદભવને રેખાંકિત કરે છે અને દેશમાં સ્થિતિસ્થાપક અને આત્મનિર્ભર ટેકનોલોજી ઇકોસિસ્ટમ બનાવવાના પ્રધાનમંત્રીના વિઝન સાથે સુસંગત છે.

SM/BS/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]