Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી 5 નવેમ્બરના રોજ એશિયન પેરા ગેમ્સ 2026 માં ભાગ લેનારી ભારતીય ટુકડી સાથે સંવાદ કરશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 5 નવેમ્બર 2026 ના રોજ સાંજે આશરે 4:30 વાગ્યે નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે એશિયન પેરા ગેમ્સ 2026 માં ભાગ લેનારા ભારતીય પ્રતિનિધિમંડળ સાથે વાર્તાલાપ કરશે. તેઓ આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને પણ સંબોધિત કરશે.

ભારતે આ વર્ષે આઈચી-નાગોયા, જાપાન ખાતે યોજાયેલી એશિયન પેરા ગેમ્સમાં પોતાનું અત્યાર સુધીનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન નોંધાવ્યું છે. કુલ 97 ભારતીય પેરા-એથ્લેટ્સે 30 સુવર્ણ, 35 રજત અને 49 કાંસ્યચંદ્રક સહિત કુલ 114 મેડલ જીત્યા હતા.

આ કાર્યક્રમમાં એથ્લેટ્સ, કોચ, પેરાલિમ્પિક કમિટી ઓફ ઈન્ડિયા અને ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના અધિકારીઓ, નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશનના પ્રતિનિધિઓ અને યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

IJ/DK/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]