Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રમુખ અશરફ ગનીએ પ્રધાનમંત્રી સાથે વાત કરીને પઠાણકોટમાં થયેલા સીમાપારના આતંકી હુમલાને વખોડ્યો


અફઘાનિસ્તાનના પ્રમુખ શ્રી અશરફ ગનીએ પ્રધાનમંત્રી સાથે ફોન પર વાત કરી હતી. તેમણે પઠાણકોટમાં થયેલા સીમાપારના આતંકી હુમલાને કડક શબ્દોમાં વખોડી કાઢ્યો હતો અને હુમલામાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો. પ્રમુખ ઘાનીએ પ્રધાનમંત્રીને મઝાર-એ-શરીફમાં થયેલા આતંકી હુમલા વિશે પણ માહિતી આપી હતી અને ભારતમાં ભૂકંપમાં જાન-માલ ગુમાવનારાને પોતાનો સહયોગ હોવાનું જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ પ્રમુખ ગનીને સીમાપારના આતંક અને ભૂકંપની ઘટનાઓમાં મદદના સંદેશ માટે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે મઝાર-એ-શરીફમાં થયેલા આતંકી હુમલાને ખાળવા માટે અફઘાન નેશનલ સિક્યોરિટી ફોર્સીઝે બતાવેલી અસાધારણ બહાદુરી અને હિંમતને પણ ખૂબ બિરદાવી હતી. તેમજ ભારતીય એલચીની કચેરી અને અધિકારીઓના સંરક્ષણ અને સલામતિ સુનિશ્ચિત કરવા બદલ તેમની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ પ્રમુખ ગનીને જણાવ્યું હતું કે ભારત હંમેશા અફઘાનિસ્તાનના લોકોની સાથે જ રહેશે.

AP/J.Khunt/GP