પીએમઇન્ડિયા
યોર એક્સેલન્સી, મારા પરમ મિત્ર, પ્રેસિડેન્ટ મેક્રોન,
વીસીઝ (VCs), ઉદ્યોગ જગતના અગ્રણીઓ અને ઇનોવેટર્સ,
બોં-જૂ! નમસ્તે!
ભારત ઇનોવેટ્સમાં સામેલ તમામ સાથીઓને હું અભિનંદન આપું છું. અને આ કાર્યક્રમ માટે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.
સાથીઓ,
દુનિયામાં અલગ-અલગ દેશો એકબીજા સાથે વ્યાપાર કરે છે, અલગ-અલગ દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી પણ હોય છે, પરંતુ કેટલાક સંબંધો એવા હોય છે, જે શેયર્ડ ઇન્ટરેસ્ટ્સની સાથે સાથે, શેયર્ડ વિઝન (સહિયારા દ્રષ્ટિકોણ) થી પણ સંચાલિત થાય છે. ભારત અને ફ્રાન્સનો સંબંધ કંઈક આવો જ છે.
આ સંબંધમાં કનેક્શન પણ છે, કન્વિક્શન પણ છે. આ સંબંધમાં ઇનોવેશન પણ છે, ઇન્સ્પિરેશન પણ છે. આ સંબંધમાં શેયર્ડ વેલ્યુઝ પણ છે, શેયર્ડ વિઝન પણ છે.
અને આ જ સંબંધના પાયા પર, વીતેલા વર્ષોમાં આપણે સાથે મળીને નવી પહલો શરૂ કરી છે. નવા વિચારોને દિશા આપી છે. અને વૈશ્વિક પડકારોના ઉકેલો શોધવાનો પૂરેપૂરો પ્રયાસ કર્યો છે.
પછી ભલે તે ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ હોય, એઆઈ (AI) સાથે જોડાયેલો સંવાદ હોય, સુરક્ષાથી લઈને ટકાઉપણું સુધીની આપણી ભાગીદારી હોય. એટલે કે માનવતા સાથે જોડાયેલા પડકારોનો ઉકેલ આપવાનો હોય, આપણે બંને દેશો સાથે મળીને ચાલ્યા છીએ.
આ જ વર્ષે ફેબ્રુઆરીમાં, ઇન્ડિયા-ફ્રાન્સ યર ઓફ ઇનોવેશનની શરૂઆત થઈ છે. અને આજે અમને બહુ ખુશી છે કે ભારત ઇનોવેટ્સની શરૂઆત પણ, આપણે ફ્રાન્સ સાથે કરી રહ્યા છીએ.
અહીં ઉપસ્થિત રહેવા બદલ હું મારા મિત્ર, પ્રેસિડેન્ટ મેક્રોનનો આ અવસરે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. પ્રેસિડેન્ટ મેક્રોન, હમણાં ભારત યાત્રા દરમિયાન તમે કહ્યું હતું કે આ સદીના પડકારોના ઉકેલ માટે ભારત અને ફ્રાન્સે એકસાથે આગળ આવવું પડશે. આજે હું ગર્વ સાથે કહી શકું છું કે આ ઇનિશિયેટિવ, તે જ દિશામાં એક કદમ છે.
ભારત ઇનોવેટ્સનું આ મંચ ભારતના ટેલેન્ટ અને યુરોપિયન કેપિટલ વચ્ચે એક બ્રિજ બની રહ્યું છે. એક એવું પ્લેટફોર્મ જ્યાં ભારતના યંગ માઇન્ડ્સને યુરોપિયન એક્સપર્ટાઇઝ સાથે જોડાવાની તક મળી રહી છે.
સાથીઓ,
આજે 21મી સદીનું ભારત બદલાવના એક બહુ મોટા દોરમાંથી પસાર થઈ રહ્યું છે. આજે ભારતમાં એક સ્ટાર્ટઅપ ક્રાંતિ થઈ રહી છે. આ ક્રાંતિમાં ભારતનો નવયુવાન એક નૂતન માઇન્ડસેટ સાથે માનવતાના હિતમાં સમસ્યાઓના ઉકેલો શોધી રહ્યો છે. અને આપણા નવયુવાનોના વર્લ્ડ ક્લાસ સોલ્યુશન્સને ગ્લોબલ સ્ટેજ પર લાવવાનું માધ્યમ જ ભારત ઇનોવેટ્સ છે. આઈઆઈટી દિલ્હીના બોર્ડના ચેરપર્સન મારા મિત્ર હરીશ સાલ્વેજીએ આના આયોજનમાં બહુ મોટું યોગદાન આપ્યું છે, અને તે માટે હું તેમને અને આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.
સાથીઓ,
આજે અહીં આટલી મોટી સંખ્યામાં યંગ એન્ટરપ્રિન્યોર્સ જોડાયેલા છે. તમને અહીં ભારતના ભવિષ્યની ઝાંખી દેખાય છે. તમને ભારતના યુવાનોનો આત્મવિશ્વાસ દેખાય છે. તમને નવા ભારતની ઊર્જા દેખાય છે.
એક એવું ભારત, જે સોલ્યુશન્સનું કન્ઝ્યુમર નહીં પરંતુ સોલ્યુશન્સનું કન્ટ્રીબ્યુટર બનીને ઉભરી રહ્યું છે. અહીં કોઈ એઆઈ (AI) થી ગામડાઓનું જીવન બદલવા માટે કામ કરી રહ્યું છે, તો કોઈ ખેડૂતોની મદદ માટે સેટેલાઇટ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે. કેટલાક યુવાનો સ્માર્ટ સિટીઝ, એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ અને નવા મટિરિયલ્સથી ભવિષ્યનું નિર્માણ કરી રહ્યા છે. કોઈ ગ્રીન હાઇડ્રોજન, ઇલેક્ટ્રિક મોબિલિટી અને બેટરી ટેકનોલોજીસથી એક સસ્ટેનેબલ ફ્યુચર સુનિશ્ચિત કરી રહ્યું છે. અને કેટલાક સ્ટાર્ટ-અપ્સ સંરક્ષણ અને સુરક્ષાના ક્ષેત્રમાં નવી ટેકનોલોજીઓ વિકસિત કરી રહ્યા છે.
તમારા સામર્થ્યને જોતાં હું કહીશ કે ભારત ઈનોવેટ્સ વીથ સ્કેલ એન્ડ સ્પીડ, ભારત ઈનોવેટ્સ ફોર અ સસ્ટેનેબલ ફ્યુચર, એન્ડ ભારત ઈનોવેટ્સ ફોર ધ હૉલ વર્લ્ડ.
સાથીઓ,
આજે ઘણા બધા વીસીઝ (VCs) અને ઇન્ડસ્ટ્રી લીડર્સ પણ આ કાર્યક્રમનો હિસ્સો બન્યા છે. હું તેમની સામે વિશેષ રૂપે ભારતથી આવેલા આ નવયુવાન સાથીઓની પ્રશંસા કરીશ.
અહીં જેટલા પણ સાથીઓ આવ્યા છે, તેમણે જૂના રસ્તા પર ચાલવાને બદલે તેને છોડીને એક નવી જગ્યાનો રસ્તો પસંદ કર્યો છે. એક નવો ચીલો ચાતર્યો છે. અને અહીં તમને 100 – 125 સ્ટાર્ટઅપ્સ દેખાઈ રહ્યા છે, પરંતુ ભારતમાં આવા 2 લાખથી વધુ સ્ટાર્ટઅપ્સનો મેગા પૂલ છે. અને હવે આ બધા સ્ટાર્ટઅપ્સ એક નવી ઊર્જા સાથે ભારત અને વૈશ્વિક અર્થવ્યવસ્થાની વૃદ્ધિમાં કોન્ટ્રીબ્યુટ કરી રહ્યા છે.
સાથીઓ,
દુનિયા માટે આ દાયકો, ડિસરપ્શન અને ડેવલપમેન્ટ, બંનેનો છે. સંઘર્ષો અને આબોહવા પરિવર્તનની વધતી અસરો વચ્ચે, વિશ્વ એક અભૂતપૂર્વ ઉથલપાથલના દોરમાંથી પસાર થઈ રહ્યું છે. પરંતુ આજે માનવતા સામે જો પડકારો વધારે છે, તો તકો પણ એટલી જ વધારે છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, બાયોટેકનોલોજી, સ્પેસ ટેકનોલોજીસ અને એડવાન્સ્ડ મટિરિયલ્સ આ બધી એવી ટેકનોલોજીઓ છે, જે માનવતાના ભવિષ્યને આકાર આપશે. આ માનવ સભ્યતાના આગામી પ્રકરણો છે.
દરેક તકનીકી ક્રાંતિ (ટેક્નોલોજિકલ રેવોલ્યુશન), માનવતાને એક નવી તક આપે છે. અને દરેક તક, એક નવી જવાબદારી પણ લઈને આવે છે. આજે દુનિયા એવી ટેકનોલોજીઓ તરફ જોઈ રહી છે, જે ટ્રસ્ટેડ (વિશ્વસનીય) હોય, જે ઇન્ક્લુઝિવ (સમાવેશી) હોય, જે હ્યુમેન-સેન્ટ્રિક (માનવ-કેન્દ્રિત) હોય, અને જેનો લક્ષ્ય ગ્લોબલ ગુડ (વૈશ્વિક કલ્યાણ)નો હોય. અને આવા સમયે, ભારતની પ્રાયોરિટી છે – ટેકનોલોજી ફોર હ્યુમેનિટી, હ્યુમેન સેન્ટ્રિક ઇનોવેશન.
સાથીઓ,
આ જ મંત્ર આપણી ડિજિટલ ક્રાંતિનું કેન્દ્ર રહ્યો છે. આ જ ભારતના ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પણ સાર રહ્યો છે. આપણા એઆઈ (AI) વિઝનનું પણ મૂળ તત્વ છે – AI for All – સર્વજન હિતાય, સર્વજન સુખાય. દિલ્હીમાં આયોજિત AI impact summitની થીમ પણ આ જ હતી.
સાથીઓ,
ભારતે દર્શાવ્યું છે કે ઇનોવેશન અને ઇન્ક્લુઝન એકબીજાના વિરોધી નથી, પરંતુ પૂરક છે. આનો અર્થ એ છે કે કોઈપણ ઇનોવેશનની મહાનતા માત્ર તેના વેલ્યુએશન માં નથી હોતી. તેની મહાનતા તેના હ્યુમેન ઇમ્પેક્ટ (માનવીય પ્રભાવ) માં હોય છે.
આ જ ભારત ઇનોવેટ્સની ભાવના છે. આ જ ભારતનો દ્રષ્ટિકોણ છે. અહીં હાજર સ્ટાર્ટ અપ જગતની સાથે, આપ સૌ સાથીઓ માટે પણ આ એટલી જ મોટી પ્રેરણા છે.
મિત્રો,
ઈનોવેશન ભારતના ડીએનએમાં છે. હજારો વર્ષોથી ભારતે પોતાના જ્ઞાન અને ઇનોવેશનથી દુનિયાને નવી દિશા આપી છે. ગણિતથી લઈને ખગોળશાસ્ત્ર સુધી, ચિકિત્સાથી લઈને યોગ સુધી, ભારતનું યોગદાન સંપૂર્ણ માનવતાની પ્રગતિનો આધાર રહ્યું છે. આજે આપણે આ જ વિરાસતને નવી ગતિ અને નવી દિશા આપી છે.
સાથીઓ,
બીતેલા 11-12 વર્ષોમાં, ભારતે ઇનોવેશન માટે એક મજબૂત ઇકોસિસ્ટમ તૈયાર કરી છે. પેટન્ટ ફાઇલિંગથી લઈને ઇન્ક્યુબેશન નેટવર્ક્સ સુધી, સ્ટાર્ટઅપ ઇન્ડિયાથી લઈને પોલિસી સપોર્ટ સુધી, આ આખી જર્ની એક મિશન મોડમાં આગળ વધી છે.
આજે ભારત, દુનિયાનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છે. પરંતુ આપણી સોચ માત્ર મોટા શહેરો પૂરતી સીમિત નથી. આપણે ઇનોવેશનને પાયાના સ્તર સુધી પહોંચાડવાનું કામ કર્યું છે.
શાળાઓમાં અટલ ટીંકરિંગ લેબ્સ બનાવવામાં આવી છે, યુવાનોને હેકાથોન્સ અને ઇનોવેશન ચેલેન્જીસ સાથે જોડવામાં આવી રહ્યા છે, સમગ્ર દેશમાં ઇન્ક્યુબેટર્સ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન્સનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે, અને ખાસ કરીને મહિલા ઇનોવેટર્સને આપણે ઘણી બધી નવી ટેકનોલોજી સાથે જોડી રહ્યા છીએ.
આ બધાને કારણે, ભારતમાં બહુ મોટી માત્રામાં બદલાવ આવ્યો છે. આજે ડ્રોન દીદીથી લઈને સ્ટાર્ટઅપ્સના ફાઉન્ડર બનવા સુધી આપણી નારી શક્તિ નવી સક્સેસ સ્ટોરીઝ લખી રહી છે.
સાથીઓ,
નવયુવાનોની આ જ એનર્જીને વધુ આગળ વધારવા માટે, ભારતના ડિફેન્સ સેક્ટરને પણ ઇનોવેશન માટે ખોલવામાં આવ્યું છે. આજે ડિફેન્સ અને સ્પેસ સાથે જોડાયેલા સેંકડો સ્ટાર્ટ-અપ્સ ભારતમાં બહુ શાનદાર કામ કરી રહ્યા છે.
અને તાજેતરમાં જ, ભારતે ન્યુક્લિયર એનર્જી સેક્ટરમાં પણ મહત્વપૂર્ણ સુધારાઓ કર્યા છે. આનાથી ક્લીન એનર્જી, એડવાન્સ્ડ રિએક્ટર્સ અને ફ્રન્ટિયર રિસર્ચના ક્ષેત્રમાં નવી સંભાવનાઓ બનવા જઈ રહી છે.
આ સુધારાઓની એક્સપ્રેસ, રોકાશે નહીં, સતત ચાલતી રહેશે. અને ભારતમાંથી નીકળનારા સ્ટાર્ટ-અપ્સની સંખ્યા પણ ઘણી ગણી વધતી રહેશે.
મિત્રો,
એક દાયકા પહેલા સુધી, દુનિયા ભારતને ટેકનોલોજી એડોપ્ટરના રૂપમાં જોતી હતી. આજે ભારત, ટેકનોલોજી પ્રોવાઈડરના રૂપમાં ઉભરી રહ્યું છે. અને ભારત જે પણ ઇનોવેટ કરે છે, જે પણ સોલ્યુશન આપે છે, તેનો ફાયદો માનવતાના બહુ મોટા હિસ્સાને મળે છે. ભારત ઇનોવેટ્સનો પણ આ જ લક્ષ્ય છે.
ભારત ઈનોવેટ્સ ઈઝ એન ઈન્વિટેશન ટુ ધ વર્લ્ડ ટુ કો-ક્રિએટ ધ નેક્સ્ટ ચેપ્ટર ઓફ ગ્લોબલ ઈનોવેશન વીથ ઈન્ડિયા.
જાન્યુઆરીમાં આગામી ત્રણ દિવસોમાં તમારા સેશન્સ અને ચર્ચાઓ માટે હું ખૂબ-ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આપણે પાર્ટનરશિપ ઈચ્છીએ છીએ. આપણે કો-ડેવલપમેન્ટ ઈચ્છીએ છીએ. આપણે જોઇન્ટ રિસર્ચ ઈચ્છીએ છીએ. આપણે સહિયારું ઉત્પાદન ઈચ્છીએ છીએ. અને આપણે લોંગ-ટર્મ કોલેબોરેશન ઈચ્છીએ છીએ.
હું આજે અહીં હાજર દરેક રોકાણકાર, દરેક યુનિવર્સિટી, દરેક સંશોધન સંસ્થા અને દરેક એન્ટરપ્રિન્યોરને બહુ આગ્રહપૂર્વક આમંત્રિત કરું છું. તમે ભારત આવો. અમારી સાથે મળીને કામ કરો. ભારતમાં ડિઝાઇન કરો. ભારતમાં ડેવલપ કરો. અને દુનિયા માટે સોલ્યુશન્સ તૈયાર કરો.
આપનો ખૂબ ખૂબ ધન્યવાદ.
થેન્ક્યુ વેરી મચ.
SM/NP/JD
Speaking at the Bharat Innovates programme in France. Innovation, technology and the aspirations of our youth are driving India’s transformation and shaping the future.@BharatInnov2026
— Narendra Modi (@narendramodi) June 14, 2026
https://t.co/66fM69ixSl
India and France share a special partnership. pic.twitter.com/qfHpAfyXvk
— PMO India (@PMOIndia) June 14, 2026
India's young innovators are finding solutions that can benefit all of humanity. pic.twitter.com/z7EayizJ97
— PMO India (@PMOIndia) June 14, 2026
India is emerging as a contributor of solutions to the world. pic.twitter.com/AX6hrKd6Jt
— PMO India (@PMOIndia) June 14, 2026
Bharat innovates with Scale and Speed.
— PMO India (@PMOIndia) June 14, 2026
Bharat innovates for a Sustainable Future.
And Bharat innovates for the whole World. pic.twitter.com/6BZpiX4LE2
Innovation is in India's DNA. pic.twitter.com/ARvIxniAri
— PMO India (@PMOIndia) June 14, 2026
Today, India is emerging as a technology provider. pic.twitter.com/g6KPdJPqkO
— PMO India (@PMOIndia) June 14, 2026
Bharat Innovates is an invitation to the world to co-create the next chapter of global innovation with India. pic.twitter.com/Yfmx2v1kVF
— PMO India (@PMOIndia) June 14, 2026