Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

બ્રિક્સ નેટવર્ક યુનિવર્સિટી અંગે બ્રિક્સ દેશો વચ્ચે સમજૂતી કરાર પર હસ્તાક્ષર માટે કાર્યોત્તર મંજૂરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને કેન્દ્રિય મંત્રીમંડળે બ્રિક્સ નેટવર્ક યુનિવર્સિટી માટે બ્રિક્સ દેશો વચ્ચેના સમજૂતી કરાર પર સહી કરવા માટે કાર્યોત્તર મંજૂરી આપી છે. આ અંગે નવેમ્બર, 2015માં રશિયામાં મોસ્કો ખાતે બ્રિક્સ દેશોના શિક્ષણ મંત્રીઓની ત્રીજી બેઠક અને ઉચ્ચ અધિકારીઓની બેઠક દરમિયાન વાટાઘાટો યોજાઈ હતી.

આ સમજૂતી કરારને પગલે બ્રિક્સ દેશો, વૈજ્ઞાનિક સંશોધન, ઉચ્ચ શિક્ષણ, માહિતીના આદાન પ્રદાન, વિશ્લેષણ અને શ્રેષ્ઠ પ્રણાલિઓના અમલીકરણ, સંયુક્ત સંશોધન કાર્યક્રમો અને વિદ્યાર્થીઓ, સંશોધકો અને શિક્ષણવિદોની સ્થળાંતરશીલતા વધારવાના હેતુ માટે પરસ્પર સકારાત્મક અને સક્રિય સહયોગ વધારી શકશે.

AP/J.Khunt