Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલ મીટિંગમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું વક્તવ્ય

બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલ મીટિંગમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું વક્તવ્ય


મહામહિમ રાષ્ટ્રપતિ ઝી જિનપિંગ,

મહામહિમ રાષ્ટ્રપતિ જેકોબ ઝુમા,

મહામહિમ રાષ્ટ્રપતિ માઇકલ ટેમે,

મહામહિમ રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન,

બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલના પ્રતિષ્ઠિત સભ્યો.

બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલ સાથે આ બેઠકમાં તમને આવકારતા મને અતિ આનંદ થાય છે.

કાઉન્સિલ આપણા દેશો વચ્ચે સંપૂર્ણ આર્થિક વિવિધતા અને વ્યાવસાયિક સંબંધોના ઊંડાણનું પ્રતિબિંબ છે.

હું જવાબદાર અને સંયુક્ત સમાધાનો મારફતે સર્વસમાવેશક અર્થતંત્રોનું નિર્માણ કરવાના બ્રિક્સના એજન્ડાને પૂર્ણ કરવા માટે પ્રદાન બદલ તેમનો આભાર માનું છું.

બ્રિક્સ દેશોના રાષ્ટ્રપતિઓ અને મિત્રો,

બ્રિક્સની રચનાના પાયામાં આપણી વચ્ચે આર્થિક અને વાણિજ્યિક સંબંધને પ્રોત્સાહન આપવાની ભાવના છે. એટલે આપણે ડર્બનમાં બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલની સ્થાપના કર્યાના ત્રણ વર્ષ પછી તેને મજબૂત રીતે આકાર લેતા જોવી પ્રોત્સાહનકારક છે.

આપણા વ્યાવસાયિક સમુદાયો બ્રિક્સ વચ્ચે ગાઢ અને ઝડપી વાણિજ્યિક સહકારના મજબૂત હિમાયતી છે.

તેમની ભાગીદારીઓએ આપણા સમાજમાં સંપત્તિ અને મૂલ્યનું સર્જન કર્યું છે. આ સહયોગને પરિણામે ટેકનોલોજીકલ નવીનતાઓ અને ક્ષમતા સંવર્ધન થયું છે, જેના મારફતે આપણા અર્થતંત્રોમાં ઉત્પાદકતામાં વધારો થયો છે અને રોજગારીનું સર્જન થયું છે.

મેં એ દૂરદ્રષ્ટિની પ્રશંસા કરી હતી. હું તેની સાથે સંમત છું.
બ્રિક્સ દેશના વડાઓ,

ભારતમાં અમે છેલ્લા બે વર્ષમાં શાસનમાં એકરૂપતા અને સરળતા લાવવા નોંધપાત્ર સુધારા કર્યા છે, ખાસ કરીને ભારતમાં વેપારવાણિજ્ય કરવાની સરળતા ઊભી કરી છે.

તેના પરિણામો સ્પષ્ટ રીતે જોવા મળે છે.

અમે લગભગ તમામ સૂચઆંકોમાં અમારું સ્થાન સુધાર્યું છે, જે આ પ્રકારની કામગીરીની અસરકારકતા સૂચવે છે.

અમે અત્યારે ભારતને દુનિયામાં સૌથી ઉદાર અર્થતંત્રો પૈકીનું અર્થતંત્ર બનાવી દીધું છે.

અમારી વૃદ્ધિ મજબૂત છે અને અમે આ દર જાળવી રાખવા પગલાં લઈ રહ્યા છીએ.

મને એ જણાવતા ખુશી થાય છે કે બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલ પણ વેપારવાણિજ્ય સરળ કરવાની, વેપાર આડેના અવરોધો દૂર કરવાની, કૌશલ્ય સંવર્ધનને પ્રોત્સાહન આપવાની, ઉત્પાદન પુરવઠા સાંકળને સ્થાપિત કરવા અને માળખાગત વિકાસ માટે અમારા જેવી જ પ્રાથમિકતા ધરાવે છે.

કાઉન્સિલનું કામ બ્રિક્સ દેશો વચ્ચે વેપાર અને વાણિજ્યના વિસ્તરણ માટે ઘણી આશા ધરાવે છે.

મારા સાથી મહાનુભાવો,

હવે ન્યૂ ડેવલપમેન્ટ બેંક (એનડીબી) સંપૂર્ણપણે કાર્યરત થઈ છે. તેની સફળતા આપણા સામાન્ય પ્રયાસોનું નક્કર પરિણામ છે.

અમે એનડીબી અને તેના મેનેજમેન્ટને પ્રથમ તબક્કાના પ્રોજેક્ટ્સને શરૂ કરવા બદલ અભિનંદન આપીએ છીએ.

એનડીબીએ સ્વચ્છ અને પર્યાવરણને અનુકૂળ ઊર્જા તથા સ્થાયી માળખાને તેની પ્રાથમિકતા બનાવી છે.

અમે તેને આવકારીએ છીએ.

આપણે સંભવિત આર્થિક પ્રોજેક્ટ્સને ઓળખવા અને અમલ કરવા એનડીબી સાથે કામ કરવા બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલને પ્રોત્સાહન આપીશું.

ભારતે તમારા તમામ દેશોની સક્રિય સહભાગીતા સાથે બે દિવસ અગાઉ નવી દિલ્હીમાં પ્રથમ બ્રિક્સ ટ્રેડ ફેરનું આયોજન કર્યું હતું.

આ પ્રકારની પ્રવૃત્તિઓને વ્યવસાય માટે સારી એવી જાગૃતિ લાવવા અને વ્યાવસાયિક આદાનપ્રદાન માટે પ્રોત્સાહન આપવું જોઈએ.

મારા સાથી મહાનુભાવો,

અંતે હું કહીશ કે આપણે સરકારો તરીકે આપણા લક્ષ્યાંકો પાર પાડવા ખભેખભો મિલાવીને કામ કરવા બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલ પર વિશ્વાસ રાખીશું. આપણા સમાન્ય લક્ષ્યાંકો છેઃ

• પારસ્પરિક વેપારવાણિજ્યને મજબૂત કરવો;

• વ્યાવસાયિક તકો વધારવી;

• રોકાણ માટે જોડાણ સ્થાપિત કરવું;

• નવીનતાને પ્રોત્સાહન આપવું; અને

• બ્રિક્સ દેશો વચ્ચે વેપારવાણિજ્ય આડેના અવરોધ દૂર કરવા.

હવે થોડા સમયમાં આપણે બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલ અને એનડીબીના નેતૃત્વની વાત સાંભળીશું.

ધન્યવાદ. તમારો ખૂબ ખૂબ આભાર.

TR