Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ભારતના સૌથી ભારે સંચાર ઉપગ્રહ CMS-03ના સફળ પ્રક્ષેપણ બદલ પ્રધાનમંત્રીએ ISROને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના સૌથી ભારે સંચાર ઉપગ્રહ, CMS-03ના સફળ પ્રક્ષેપણ બદલ ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) ને અભિનંદન પાઠવ્યા છે.

X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું:

“આપણું અવકાશ ક્ષેત્ર આપણને ગર્વ અપાવે છે!

ભારતના સૌથી ભારે સંચાર ઉપગ્રહ, CMS-03 ના સફળ પ્રક્ષેપણ બદલ ISRO ને અભિનંદન.

આપણા અવકાશ વૈજ્ઞાનિકો દ્વારા સંચાલિત, આપણું અવકાશ ક્ષેત્ર શ્રેષ્ઠતા અને નવીનતાનો પર્યાય બની ગયું છે તે પ્રશંસનીય છે. તેમની સફળતાઓએ રાષ્ટ્રીય પ્રગતિને આગળ ધપાવી છે અને અસંખ્ય જીવનને સશક્ત બનાવ્યા છે.

@isro”

SM/IJ/GP/JD