Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ભારત અને એસ્ટોનિયા વચ્ચે સજા પામેલી વ્યક્તિઓની તબદીલી અંગેના કરારને કેબિનેટની મંજૂરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે મળેલી ભારત સરકારની કેબિનેટની બેઠકમાં ભારત અને એસ્ટોનિયા વચ્ચે સજા પામેલી વ્યક્તિઓની તબદીલી અંગેના કરારના હસ્તાક્ષરને તથા કરારને મંજૂરી આપવામાં આવી છે.

આ કરાર ઉપર હસ્તાક્ષર કરવાથી એસ્ટોનિયામાં સજા ભોગવી રહેલા ભારતીય કેદીઓની ભારતમાં તબદીલી થઈ શકશે અને ભારતમાં સજા ભોગવી રહેલા એસ્ટોનિયાના કેદીઓની સજાના બાકીના સમય માટે તેમના દેશમાં પરિવારોની નજીક તબદીલી થઈ શકશે અને તેમનું સામાજિક પુન:વસન કરવાનું શક્ય બનશે.

પશ્ચાદભૂમિકા:

વર્ષ 2004 પહેલા એવો કોઈ સ્થાનિક કાયદો ન હતો કે જેને આધારે વિદેશમાં સજા ભોગવી રહેલા લોકોને તેમના મૂળ દેશમાં સજા ભોગવવા માટે લઈ જઈ શકાય એવું અથવા તો વિદેશની અદાલતો દ્વારા સજા પામેલા ભારતીય મૂળના કેદીઓને ભારતમાં સજા ભોગવવા માટે લાવી શકાય તેવી કોઈ જોગવાઈ ન હતી. આવા કેદીઓની પોતાના મૂળ દેશમાં તબદીલી થવાથી તેમના સામાજિક પુન:વસન કરવામાં સુગમતા રહેશે.

આથી ઉપર દર્શાવેલા હેતુથી રિપેટ્રીએશન ઓફ પ્રિઝનર્સ એકટ 2003 ઘડી કાઢવામાં આવ્યો હતો. આ કાયદાનો હેતુ સર થાય તે માટે ભારત સાથે પરસ્પર હિત ધરાવતા દેશ સાથે દ્વિપક્ષી સંધિ/કરાર ઉપર હસ્તાક્ષર થવા જરૂરી બને છે અને ત્યાર બાદ તેને અધિકૃત ગેઝેટમાં નોટીફાય કરવામાં આવે છે.

ભારત સરકારે અત્યાર સુધીમાં સજા પામેલી વ્યક્તિઓની તબદીલી માટે યુનાઈટેડ કીંગડમ, મોરિશિયસ, બલ્ગેરીયા, ફ્રાન્સ, ઈજિપ્ત, શ્રીલંકા, કંબોડીયા, દ. કોરીયા, સાઉદી અરેબીયા, ઈરાન, બંગલાદેશ, બ્રાઝીલ, ઈઝરાયેલ, બોસનીયા, અને હર્ઝેગોવીના, યુએઈ, ઈટાલી, તુર્કી, માલદિવ્ઝ, -થાઈલેન્ડ, રશિયન ફેડરેસન, કુવૈત, વિયેટનામ, ઓસ્ટ્રેલિયા, હોંગ કોંગ, કતાર, મોંગોલીયા, કઝાકિસ્તાન, અને બહેરીનની સરકારો સાથે આ પ્રકારના કરાર કર્યા છે. અત્યાર સુધીમાં 65 કેદીઓની તબદીલી કરવામાં આવી છે, જેમાંથી 55 ભારતીય હતા.

AP/JKhunt/TR