Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ભારત અને ઓમાન વચ્ચે સિવિલ અને વાણિજ્યિક બાબતોમાં કાયદાકીય અને ન્યાયિક સહયોગ પર સમજૂતી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રી મંડળે ઓમાન સાથે સિવિલ અને વાણિજ્યિક બાબતોમાં પરસ્પર કાયદાકીય અને ન્યાયિક સહયોગ કરવાની સમજૂતી પર હસ્તાંક્ષર કરવા અને બહાલી આપવા માટે પોતાની મંજૂરી આપી દીધી છે.

પ્રસ્તાવિત સમજૂતીની મુખ્ય વિશેષતાઓ આ પ્રકારે છેઃ

1. ન્યાયિક આદેશ, સમન્સ અને અન્ય સેવાઓ

2. કાનૂની અને ન્યાયિક દસ્તાવેજ કે પ્રક્રિયાઓ.

3. અનુરોધના માધ્યમથી પૂરાવા પ્રાપ્ત કરવા

4. નિર્ણયો, નિવારણ અને મધ્યસ્થી ઓવોર્ડનું નિસ્પાદન

5. આ સમજૂતી પોતાની પ્રસ્તુતિથી પહેલા કે તેના લાગુ થયા બાદ સિવિલ અને વાણિજ્યિક બાબતો સાથે સંબંધિત પારસ્પરિક કાનૂની સહાયતા માટે કોઈ અનુરોધના વિષયમાં પણ લાગુ પડશે.

6. સમન્સ અને અન્ય ન્યાયિક દસ્તાવેજોની સેવા માટે ત્યાં સુધી એ આધાર પર ના નહીં પાડી શકાય કે આ વિષયમાં જે અનુરોધ કરાયો છે તેમાં, કેસના ગુણદોષને સમર્થન આપનારા પર્યાપ્ત આધાર જણાતા નથી. જ્યાં સુધી આ અનુરોધનું અનુપાલન કરવાથી તેમની સંપ્રભુતા, સુરક્ષા કે સાર્વજનિક નીતિનું ઉલ્લંઘન થતું હોય.

7. આ અનુબંધ પોતાના દેશના પ્રતિનિધિત્વ કરનારા નાગરિકોથી રાજનયિક અને કોન્સ્યુલર પ્રતિનિધિઓ પાસેથી પૂરાવા પ્રાપ્ત કરવા સાથે પણ સંબંધિત છે. જેનાથી તેઓ જે દેશનું પ્રતિનિધિત્વ કરે છે ત્યાંના ન્યાયાલયોમાં ન્યાયિક કાર્યવાહી પૂર્ણ કરવામાં સહાયતા મળી શકે.

8. આ અનુબંધ બહાલીના આદાન-પ્રદાનના 30 દિવસ બાદ લાગુ થશે અને ત્યાં સુધી અસ્તિત્વમાં રહેશે જ્યાં સુધી કોઈપણ પક્ષ છ માસની નોટિસ આપીને તેને સમાપ્ત નથી કરતી.

9. આ અનુબંધનું પ્રાવધાન સિવિલ પ્રક્રિયાની સંહિતા 1908 અને મધ્યસ્થી તથા નિરાકરણ અધિનિયમ 1996ના પ્રાવધાનોને અનુરૂપ છે.

આ સમજૂતી બંને દેશોના નાગરિકો માટે લાભદાયક રહેશે. આ સમજૂતી ન્યાયિક અને કાનૂની ક્ષેત્રોમાં મૈત્રી અને ઉપયોગી સહયોગની ભાવનાને મજબૂત કરવા માટે બંને દેશોની ઈચ્છાને પૂર્ણ કરશે. એ જ આ સમજૂતીની પ્રસ્તાવનાની ભાવના, સાર અને ભાષા છે.

સિવિલ અને વાણિજ્યિક બાબતોમાં પારસ્પરિક કાનૂની સહાયતા સંધિ (એમએલએટી) પર અનુબંધ સિવિલ પ્રક્રિયા સંહિતા 1908 (સીપીસી)ની ધારા-29 (સી)ના અધિન સમન્સની સેવા માટે, સીપીસીની ધારા 44-એને અધિન સિવિલ ડિક્રીના નિષ્પાદન, સીપીસીની ધારા-77 અધિન અનુરોધ પત્ર જારી કરવા માટે, સીપીસીની ધારા-78 અધિન પૂરાવા પ્રાપ્ત કરવા માટે અને મધ્યસ્થી નિરાકરણ અધિનિયમ 1996ની ધારા-44(બી)ના અધિન મધ્યસ્થી એવોર્ડ લાગુ કરવા માટે વિદેશો સાથે પારસ્પરિક પ્રબંધ માટે વ્યાપક અનુબંધ છે.

આ અનુબંધ 2003થી વિચારાધિન હતો. ભારતીય શિષ્ટ મંડળની 16-18 મે, 2010 સુધી ઓમાન મસ્કતની યાત્રા દરમિયાન આ વિષયમાં વાતચીત થઈ હતી અને જેના પરિણામ સ્વરૂપે સિવિલ અને વાણિજ્યિક બાબતોમાં પારસ્પરિક કાનૂની સહાયતા સંધિના માળખામાં બધા પ્રાવધાનો વિશે સહમતી સધાઈ હતી.

આ અનુબંધના પ્રાવધાન સિવિલ પ્રક્રિયાની સંહિતા અને મધ્યસ્થી અને નિરાકરણ અધિનિયમ 1996ના પ્રાવધાનોને અનૂરૂપ છે. આ અધિનિયમોમાં કોઈ સંશોધન કરવાની જરૂર નહીં પડે. સિવિલ પ્રક્રિયા સંહિતા ભારત અને વિદેશી મિત્રો વચ્ચે કોઈ ભેદભાવ કરતી નથી.

UM/AP/J.Khunt/GP